દિલ મા કોઇની યાદ ના પગલાં રહી ગયા - આદિલ મંસૂરી
મારી સંગીતની દુનિયાની એક ઝલક
આને જલારામ બાપાની કૃપા જ કહેવાય, કે જલારામ જયંતીને દિવસે હું ટહુકાની 100મી પોસ્ટ પ્રસિધ્ધ કરું છું. આમ તો જલારામ બાપાના ભજન યાદ કરું, તો મને 'જલારામ મહિમા' કેસેટમાં જે ભજનો છે, 'અમી ભરેલી નજરું રાખો વીરપુરવાળા બાપા રે', 'જ્યોત રે જગાવી અમે જલા તારા નામની', 'ધન્ય સોરઠની ધરણી રે આજ', 'જલારામ જલારામ જય જલિયાણ' વગેરે તરત જ યાદ આવે, કારણ કે જ્યારે ભજન અને બાકીના ગીત વચ્ચેનો તફાવત સમજવા જેટલી સમજણ પણ ન'હોતી, ત્યારથી એ ભજનો સાંભળ્યા છે.
કોઇ પાસે જો એ ભજન mp3 માં હોય તો મને જરૂરથી મોકલશો. સાથે સાથે, શ્રી મોહન પટેલએ લખેલું આ જલારામ ભજન સાંભળીયે.
સમયનો સાદો નિયમ છે કે એ અટકતો નથી
નિયમ છે પ્રેમનો સાદો કે એ કદિ ટકતો નથી
તમારો સાદો નિયમ છે કે સૌને ભટકાવો
ને મારો સાદો નિયમ છે કે હું ભટકતો નથી
થોડા દિવસો પહેલા 'ना तो कारवाँ की तलाश है... ...' કવ્વાલી મૂકેલી ત્યારે નુસરત ફતેહઅલી ખાનને યાદ કર્યા હતા ને, તો આજે એમની એક ઘણી જ સરસ કવ્વાલી મૂકું છું. 20 મિનિટ સુધી ચાલતી આ કવ્વાલી મને સૌથી વધુ ગમતી કવ્વાલીઓમાં આવે. સાંસોકી માલા પે સિમરું મૈં પી કા નામ... આ જ શબ્દો અને ધૂન પરથી એક ફિલ્મનું ગીત પણ છે, પણ મારા સદનસીબે મેં પહેલા આ કવ્વાલી સાંભળી હતી, અને પછી ઘણા વખત પછી ફિલ્મનું ગીત. એટલે ગીતની અસલ મઝા હજુ પણ માણી શકું છું (ફ્લેશબેકમાં ફિલ્મનું ગીત યાદ કર્યા વગર).
આમ તો આખી કવ્વાલી જ ગમે છે, પણ એમાંથી વધુ ગમતી પંક્તિઓ...
सजनी पाती तब लिखुं जो प्रितम हो परदेस,
तनमें मनमें पिया बसे भेजुँ किसे संदेस
प्रेमके रंगमें ऐसी डुबी, बन गया एक ही रुप
प्रेमकी माला जपते जपते आप बनी मैं श्याम
One quick note before you start listening this Natkhat Song..
આજ મુબારક…
કાલ મુબારક…
સૌને મારા વ્હાલ મુબારક…
સૌને મારા સાલ મુબારક…
હમણાં થોડા દિવસો પહેલા સરખા લાગતા ગીતો મોરપિચ્છ અને ટહુકા પર મુક્યા હતા, એ તો યાદ હશે તમને. આજે પણ એક એવું ગીત લઇને આવી છું, કે સાંભળતા હો સુરેશ દલાલને અને રમેશ પારેખ વારે વારે યાદ આવે... ગીતના શબ્દો છે, "તમે માછલી માગો ને અમે દરિયો દઇએ.".. હવે તમે જ કહો, રમેશ પારેખનું પેલુ ખૂબ જાણીતું "વ્હાલબાવરીનું ગીત - હું તો ખોબો માગું ને દઈ દ્યૈ દરિયો ! " યાદ ન આવે એવું બને ?
સ્વર : હંસા દવે
આમ તો દેશ અને કુટુંબ કાયમ જ યાદ આવે... અને દિવાળીના દિવસો હોય તો તો પૂછવું જ શું ? પછી ઊર્મિએ કહ્યું એમ, દેશમાં દોડી જવાની ઇચ્છા ન થાય તો જ નવાઇ...
મારે તો અમેરિકામાં આ બીજી દિવાળી છે..(અને દિલથી તેમજ કાયદાની રીતે પણ હું હજી ભારતવાસી જ છું.. :) પણ જેઓ વર્ષોથી અહીંયા કે પછી ગુજરાતથી દૂર છે, એમણે તો જે-તે દેશમાં રહીને જ પોતાની અંદરના ગુજરાતને જીવતું રાખ્યું હોય છે. એમની ભાવનાને ખૂબ સરસ રીતે 'મા ભોમ ગુર્જરી'માં વણી લેવામાં આવી છે. તો એમાંથી એક ગીત આજે સાંભળીએ.. અને થોડા હસી લઇએ.
સાથે સાથે... સૌને મારા તરફથી દિવાળી અને નવ-વર્ષની શુભેચ્છાઓ.
ધવલભાઇના શબ્દોમાં આ ગઝલની પ્રસ્તાવના :
નયનભાઈને સાંભળવા એક મોટો લાહવો છે. મોટા ભાગના કવિઓ ગઝલ લખે છે અને સંભળાવે છે. જયારે નયન ગઝલ જીવે છે અને જીવી બતાડે છે. આંખ બંધ કરીને એ ઘેરા સ્વરથી ગઝલ, એવી તન્મયતાથી સંભળાવે કે જાણે એ પોતે ગઝલના વિશ્વમાં જ પહોંચી ગયા ન હોય અને સાથી શ્રોતાઓને પણ પોતાની સાથે જ લઈ જાય.
આ ગઝલના તો એટલા અર્થસ્વરૂપો છે કે રોજ એક જ શેર વાંચીને એને આખો દિવસ મમળાવો ત્યારે જ સંતોષ થાય.
શ્રી પ્રેમાનંદના પુસ્તક 'સુદામા ચરિત્ર' માંથી કૃષ્ણ સુદામા મેળાપ પરનું એક કાવ્ય 'મોરપિચ્છ' પર વાંચો.
કવિ : કાંતિ અશોક
સ્વર અને સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય
જો તમે મારા બ્લોગ પર વારંવાર આવતા હો, તો અલ્પેશભાઇને તો ઓળખતા જ હશો. મારા મોટાભાઇ.. અને પેલુ કહેવાય ને, 'friend, philosopher and guide'. મારી જિંદગી પર ભાઇનો જેટલો પ્રભાવ છે, એને શબ્દો આપવાનું મારુ ગજુ નથી. અને સંગીત પ્રત્યેની મારી રૂચી પણ ભાઇને જ આભારી છે.
એક વાત આજે યાદ આવે છે. જ્યારે ભાઇ 2-3 વર્ષનો હતો, ત્યારે મમ્મી-પપ્પા અતુલ-ફર્સ્ટગેટ રહેતા. ઘર હાઇ-વે થી થોડુ દૂર, એટલે હાઇ-વે બાજુ જવાનું હોય તો એને 'ફર્સ્ટગેટ' જવાના, એવું જ કહેતા. અને ત્યાં ઘણી વાર મદારી આવતા, વાંદરા અને ડુગડુગી અને ઢોલક અને એવું બધું લઇને. ભાઇને એ એટલું ગમતુ, કે પપ્પા 5 વાગે ઘરે આવે, એટલે ભાઇ તૈયાર થઇ જાય. અને ત્યારે એને કદાચ સરખુ બોલતા પણ નો'તુ આવડતું. એટલે એ પપ્પાને કંઇક આવું કહેતો. 'પપ્પા.. ફજેત.. પપ્પા.. ઢમઢમ.. '
ઢોલક સાથેનો ભાઇનો પ્રેમ હજુ પણ અકબંધ રહયો છે ખરો. આમ તો ભાઇને સંતુર, વાંસળી, કે મોહનવીણા જેવું પણ ગમે, અને કિશોરી અમોલકર, રાજન-સાજન મિશ્રા, ભીમસેન જોષી.. વગેરેના 'વોકલ' ( આનું ગુજરાતી ? ) પણ ગમે.
તો યે.. ઢમઢમ એટલે ઢમઢમ.. બરાબર ને ભાઇ ?
મારી પાસે હમણા ઢોલક સંગીતની કોઇ સારી mp3 નથી. એટલે આજે તબલાથી જ કામ ચલાવી લઉં.
ભાઇ.. હેપ્પી બર્થ ડે.. ( 13 ઓક્ટોબર )
થોડા દિવસો પહેલા બે સરખા જેવા ગીતો એક સાથે મોરપિચ્છ અને ટહુકો પર મૂકેલા; ( અમે દરિયો જોયો ને તમે યાદ આવ્યાં - ભાગ્યેશ જહા અને પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં - હરીન્દ્ર દવે )
આજે પણ કંઇક એવું જ.... "તમે અહીંયા રહો તો ... " અને "તમે વાતો કરો તો.." સુરેશ દલાલના હસ્તાક્ષરમાં "તમે વાતો કરો તો.. " સ્વરબધ્ધ થયેલું છે, એટલે ઘણાં એ કદાચ સાંભળ્યું હશે. અને 'તમે અહીંયા રહો તો, 'ભાગ્યેશ જહા'ની બીજી રચનાઓ સાથે 'આપણા સંબંધ' આલ્બમમાં સોલીભાઇએ ખૂબ સરસ ગાયું છે.
સ્વર : સોલી કાપડિયા
સંગીતના અલગ અલગ પ્રકારોમાં મને ગમતો એક પ્રકાર એટલે કવ્વાલી પણ ખરો. પછી એમાં નુસરત ફતેહઅલી ખાન, રાજન-સાજન મિશ્રા, સાબરી ભાઇઓ.. એ બધાની કવ્વાલી પણ આવી જાય, અને નિગાહેં મિલાને કો જી ચાહતા હૈ, શરમાકે યે ક્યું સબ પરદાનશીં, તેરી મહેફિલમેં કિસ્મત આઝમાકર.. જેવી ફિલ્મી કવ્વાલીઓ પણ ગમે. નવી ફિલ્મોમાં આમ તો કવ્વાલીઓ એટલી નથી હોતી, પણ 'જા વે સજના, દેર ના હો જાયે, મુઝે ઇશ્ક હો ગયા.. વગેરે ઘણી સારી કવ્વાલીઓ છે ખરી.
અને આજે અહીં જે મુકી છે, એ મને સૌથી વઘુ ગમતી કવ્વાલીઓમાં આવે. આખો દિવસ આ ને આ જ સાંભળુ તો યે જરા કંટાળો ના આવે. ઘણા વખતથી ખોજ પછી મને એની mp3 ફાઇલ મળી હતી. મને તો હજુ પણ જેટલી વાર સાંભળું એટલી વાર આ કવ્વાલી મઝાની લાગે છે. અને આ કવ્વાલીમાં મને સૌથી ગમતા શબ્દો જો વિચારું તો:
तेरा इश्क है मेरी आरज़ु, तेरा इश्क है मेरी आबरु..
तेरा इश्क मैं कैसे छोड दुं, मेरी उम्रभरकी तलाश है..
Hindi Song Title: Na To Caarvaan Ki Talaash Hai
Hindi Movie/Album Name: BARSAAT KI RAAT
Singer(s): MOHD. RAFI, MANNA DEY, ASHA BHOSLE & SUDHA MALHOTRA