ટહુકો

મારી સંગીતની દુનિયાની એક ઝલક

Thursday, November 16, 2006

વ્હાલપને નામ નવ દઇએ


Get music codes at Bolt.


વ્હાલપને નામ નવ દઇએ
ઓ સખી, વ્હાલપને નામ નવ દઇએ

આંસુથી ભીંજેલા પત્તરને કેમ સખી
કોરો તે કાગળ આમે કહીએ

કાળા તે અખ્ખરનો અમને ના મોહ સખી
આંસુથી પત્તર ભીંજવીએ

સુરજથી દાઝેલી વેણુંને એમ સખી
વર્ષાની વાત કેમ કરીએ
વેણુની સંગ વિત્યા દિવસોની વાત હવે
દરિયો.....

દરિયાનું નામ નવ દઇએ
હો સખી, દરિયાનું નામ નવ દઇએ

આંસુથી ભીંજેલા પત્તરને કેમ સખી
કોરો તે કાગળ આમે કહીએ

અમથી વહે જો કદી હવાની લહેરખી
તો વૈશાખી વાયરો ન કહીએ
માસે માસે જો ચહો વૈશાખી વાયરો તો
વાયરાનું નામ નવ દઇએ

3 Comments:

At 11/16/2006 07:09:00 AM , Anonymous Anonymous said...

કવિ?

 
At 2/11/2007 09:15:00 AM , Anonymous Anonymous said...

વહાલપને નામ ન દઇએ...ખૂબ સરસ...મારું પ્રિય ગીત.આભાર અને અભિનંદન.


નીલમ દોશી.


http://paramujas.wordpress.com

 
At 10/25/2021 04:31:00 AM , Blogger Unknown said...

વ્હાલપને નામ નવ દઇએ....
સ્વરાંકન થયેલું છે....???
માહિતી મળશે તો ઉપકૃત થઈશ....
(અરવિંદભાઈ દવે)

 

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home