ટહુકો

મારી સંગીતની દુનિયાની એક ઝલક

Monday, November 06, 2006

થાય સરખામણી તો - બરકત વિરાણી ‘બેફામ’

"The difference between what we do and what we are capable of doing suffice to solve most of the world's problems." - Mahatma Gandhi.

"આપણે જે કરીએ છીએ અને જે કરી શકીયે છીએ, એ વચ્ચેનો તફાવત દુનિયાની મોટાભાગની સમસ્યાઓને ઉકેલવા માટે પુરતો છે." - મહાત્મા ગાંધી

બેફામસાહેબની આ ગઝલના આ શેરમાં ગાંધીજીની ઉપર જણાવેલી વાત પડઘાય છે, એવું નથી લાગતું ?

ઘોર અંધાર છે આખી અવની ઉપર
તો જરા દોષ એમાં અમારો’ય છે
એક તો કંઇ સીતારા જ નહોતા ઉગ્યા
ને અમે પણ શમાઓ બુઝાવી દીધી

આ જ ગઝલનો મને ઘણો ગમતો બીજો શેર છે :

કોણ જાણે હતી કેવી વર્ષો જૂની
જીંદગી મા અસર એક તન્હાઇની
કોઇએ જ્યાં અમસ્તુ પૂછ્યુ કેમ છો
એને આખી કહાણી સુણાવી દીધી.


Get music codes at Bolt.

થાય સરખામણી તો ઊતરતા છીએ
તે છતાં આબરૂ અમે દીપાવી દીધી.
એમના મહેલ ને રોશની આપવા
ઝુંપડી પણ અમારી જલાવી દીધી.

ઘોર અંધાર છે આખી અવની ઉપર
તો જરા દોષ એમાં અમારો’ય છે
એક તો કંઇ સીતારા જ નહોતા ઉગ્યા
ને અમે પણ શમાઓ બુઝાવી દીધી

કોઇ અમને નડ્યા તો ઊભા રહી ગયા
પણ ઊભા રહી અમે કોઇને ના નડ્યા
ખુદ અમે તો ના પહોંચી શક્યા મંઝીલે
વાટ કીન્તુ બીજાને બતાવી દીધી

કોણ જાણે હતી કેવી વર્ષો જૂની
જીંદગી મા અસર એક તન્હાઇની
કોઇએ જ્યાં અમસ્તુ પૂછ્યુ કેમ છો
એને આખી કહાણી સુણાવી દીધી.

જીવતાં જે ભરોષો ઇશ પર
એ મર્યા બાદ ‘બેફામ’ સાચો પડ્યો
જાત મારી ભલે ને તરાવી નહી
લાશ મારી પરંતુ તરાવી દીધી.

1 Comments:

At 11/07/2006 06:05:00 AM , Anonymous Anonymous said...

આજે સવારે જ કાર ચલાવતાં આ ગઝલ સાંભળી.

 

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home