tag:blogger.com,1999:blog-296290222024-03-13T05:28:38.453-07:00ટહુકોમારી સંગીતની દુનિયાની એક ઝલકJayshreehttp://www.blogger.com/profile/08563097058882341454noreply@blogger.comBlogger118125tag:blogger.com,1999:blog-29629022.post-1164427008819537392006-11-24T19:55:00.000-08:002006-11-24T19:56:48.836-08:00ટહુકો.કોમટહુકો તથા મોરપિચ્છ નામના મારા બ્લોગ્સ ને 'ટહુકો.કોમ' નામ ની વેબસાઇટ તરીકે આજથી પ્રસિદ્ધ કરી રહી છું. અહિયાં સુધી ની મારી યાત્રા માં આપના સુચનો અમુલ્ય રહ્યા. આશા રાખું છું કે 'ટહુકો' તેમજ 'મોરપિચ્છ' નું આ નવું સ્વરુપ આપને ગમશે અને 'ટહુકો.કોમ'' ને પણ આપનો એ જ હેત અને સન્માન મળશે.
આભાર સહ,
જયશ્રી ભક્તJayshreehttp://www.blogger.com/profile/08563097058882341454noreply@blogger.com8tag:blogger.com,1999:blog-29629022.post-1164030949470403822006-11-20T05:50:00.000-08:002006-11-20T05:55:49.500-08:00થોડી રાહ જુઓ.... ટહુકો ટુંક સમયમાં ફરીથી ગુંજશે...મિત્રો,
હમણા થોડા દિવસથી ટહુકા પર ગીતો સાંભળી શકાતા નથી. Bolt.com નું server down હોવાથી, અથવા એમની વેબસાઇટ પર બીજી કોઇ તકલીફને લીધે ટહુકા પર ગીતો સાંભળી શકાતા નથી.
પરંતુ, આ ફક્ત 1-2 દિવસની તકલીફ છે. થોડી રાહ જુઓ.... ટહુકો ટુંક સમયમાં ફરીથી ગુંજશે...

આભાર.
જયશ્રી.Jayshreehttp://www.blogger.com/profile/08563097058882341454noreply@blogger.com0tag:blogger.com,1999:blog-29629022.post-1163667261741517172006-11-16T00:12:00.000-08:002006-11-16T00:54:28.710-08:00વ્હાલપને નામ નવ દઇએ<embed src='http://www.bolt.com/audio/audio_player_mp3_branded.swf?contentId=2619298&contentType=3' loop='false' quality='high' bgcolor='ffffff' width='360' height='350' name='audio_player_mp3' align='middle' allowScriptAccess='sameDomain' type='application/x-shockwave-flash' pluginspage='http://www.macromedia.com/go/getflashplayer' />
Get music codes at Bolt.

વ્હાલપને નામ નવ દઇએ
ઓ સખી, વ્હાલપને નામ નવ દઇએ

આંસુથી ભીંજેલા પત્તરને કેમ સખી
કોરો તે કાગળ આમે કહીએ

કાળા તે અખ્ખરનો અમને ના મોહ સખી
આંસુથી પત્તર ભીંજવીએ

સુરજથી દાઝેલી વેણુંને એમ સખી
વર્ષાની વાત કેમ કરીએ
વેણુની સંગ વિત્યા દિવસોની વાત હવે
દરિયો.....

દરિયાનું નામ નવ દઇએ
હો સખી, દરિયાનું નામ નવ દઇએ

આંસુથી ભીંજેલા પત્તરને કેમ સખી
કોરો તે કાગળ આમે કહીએ

અમથી વહે જો કદી હવાની લહેરખી
તો વૈશાખી વાયરો ન કહીએ
માસે માસે જો ચહો વૈશાખી વાયરો તો
વાયરાનું નામ નવ દઇએJayshreehttp://www.blogger.com/profile/08563097058882341454noreply@blogger.com3tag:blogger.com,1999:blog-29629022.post-1163603295511756022006-11-15T07:01:00.000-08:002006-11-15T07:09:12.386-08:00વૈષ્ણવજન -નરસિંહ મહેતાનરસિંહ મહેતાનું આ પદ સાંભળીને કે વાંચીને કયા ગુજરાતીને ગાંધીજી યાદ ન આવે ?? એટલે જ અહીં ગીતના બેકગ્રાઉન્ડમાં એમનો ફોટો મુક્યો છે. આપમેળે ગાંધીજી યાદ ન આવતા હોય તો હું યાદ કરાવી દઉં.. :)

<embed src='http://www.bolt.com/audio/audio_player_mp3_branded.swf?contentId=2615517&contentType=3' loop='false' quality='high' bgcolor='ffffff' width='360' height='350' name='audio_player_mp3' align='middle' allowScriptAccess='sameDomain' type='application/x-shockwave-flash' pluginspage='http://www.macromedia.com/go/getflashplayer' />
Get music codes at Bolt.

વૈષ્ણવજન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે.
પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે.

સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે.
વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે.

સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે.
જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે.

મોહ માયા વ્યાપે નહિ જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે.
રામ નામ શું તાળી રે વાગી, સકળ તિરથ તેના તનમાં રે.

વણલોભી ને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે.
ભણે નરસૈયો તેનું દર્શન કરતા, કુળ ઈકોતેર તાર્યા રે.Jayshreehttp://www.blogger.com/profile/08563097058882341454noreply@blogger.com1tag:blogger.com,1999:blog-29629022.post-1163519088305349442006-11-14T07:35:00.000-08:002006-11-14T07:44:55.203-08:00મનકુંતો મૌલા....સ્વર : સાબરી બ્રધર્સ.

આ કવ્વાલી જ્યારે પહેલી વાર સાંભળી, ત્યારથી જ ઘણી ગમી ગઇ છે. શબ્દો એટલા સમજાતા નથી, પણ આને સંગીત અને શાસ્ત્રીય રાગોની અસર કહેવાય, કે સમજાયા વગર પણ કંઇક એવું છે આમાં, એ વાંરવાર સાંભળવું ગમે છે.

<embed src='http://www.bolt.com/audio/audio_player_mp3_branded.swf?contentId=2610992&contentType=3' loop='false' quality='high' bgcolor='ffffff' width='360' height='350' name='audio_player_mp3' align='middle' allowScriptAccess='sameDomain' type='application/x-shockwave-flash' pluginspage='http://www.macromedia.com/go/getflashplayer' />
Get music codes at Bolt.Jayshreehttp://www.blogger.com/profile/08563097058882341454noreply@blogger.com0tag:blogger.com,1999:blog-29629022.post-1163220910522373462006-11-10T20:48:00.000-08:002006-11-10T20:55:17.626-08:00કહું છું જવાનીને, પાછી વળી જા .......ગાયક : મુહમ્મદ રફી

<embed src='http://www.bolt.com/audio/audio_player_mp3_branded.swf?contentId=2593087&contentType=3' loop='false' quality='high' bgcolor='ffffff' width='360' height='350' name='audio_player_mp3' align='middle' allowScriptAccess='sameDomain' type='application/x-shockwave-flash' pluginspage='http://www.macromedia.com/go/getflashplayer' />
Get music codes at Bolt.

કહું છું જવાનીને, પાછી વળી જા
કે ઘડપણનું ઘર મારું આવી ગયું છે
મનને ન ગમતું ઘડપણનું ડહાપણ
પણ તન તારું સગપણ ભુલાવી રહ્યું છે

મનની સ્થિતિ હમેશા આશિક રહી છે
કાલે જ મેં કોઇને માશુક કહી છે
ફરી પાછા મળશું પાગલ થવાને
હમણા તો ડહાપણ ભઇ સતાવી રહ્યું છે

મુહોબ્બત તો મારો હક છે જનમનો
સાકી હતો ને રહ્યો છું સનમનો
ઘડપણને કહું છું કે માફી દઇ દે
મુહોબ્બતથી મુજને ભઇ ફાવી ગયું છેJayshreehttp://www.blogger.com/profile/08563097058882341454noreply@blogger.com3tag:blogger.com,1999:blog-29629022.post-1163131769025600932006-11-09T19:56:00.000-08:002006-11-09T21:48:29.296-08:00વ્હેતું ના મેલો - સુરેશ દલાલ<embed src='http://www.bolt.com/audio/audio_player_mp3_branded.swf?contentId=2587770&contentType=3' loop='false' quality='high' bgcolor='ffffff' width='360' height='350' name='audio_player_mp3' align='middle' allowScriptAccess='sameDomain' type='application/x-shockwave-flash' pluginspage='http://www.macromedia.com/go/getflashplayer' />
Get music codes at Bolt.

જે તે કવિની રચનાઓ એમના પોતાને કંઠે સાંભળવાની પણ એક જુદી જ મજા હોય છે. શ્રી સુરેશ દલાલના પોતાના અવાજમાં આ રચના સાંભળવી તમને ચોક્કસ ગમશે.

<embed src='http://www.bolt.com/audio/audio_player_mp3_branded.swf?contentId=2587781&contentType=3' loop='false' quality='high' bgcolor='ffffff' width='360' height='350' name='audio_player_mp3' align='middle' allowScriptAccess='sameDomain' type='application/x-shockwave-flash' pluginspage='http://www.macromedia.com/go/getflashplayer' />
Get music codes at Bolt.

રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં વ્હેતું ના મેલો, ઘનશ્યામ!
સાંજ ને સવાર નિત નિંદા કરે છે ઘેલું ઘેલું રે ગોકુળિયું ગામ!

વણગૂથ્યા કેશ અને અણઆંજી આંખડી કે ખાલી બેડાની કરે વાત;
લોકો કરે છે શાને દિવસ ને રાતડી મારા મોહનની પંચાત.
વળી વળી નીરખે છે કુંજગલીઃ પૂછે છે, કેમ અલી? ક્યાં ગઇ તી આમ?
રાધાનું નામ તમે...

કોણે મૂક્યુ રે તારે અંબોડે ફૂલ એની પૂછી પૂછીને લિયે ગંધ;
વહે અંતરની વાત એ તો આંખ્યુની ભૂલ જો કે હોઠોની પાંખડીઓ બંધ
મારે મોંએથી ચહે સાંભળવા સાહેલી માધવનું મધમીઠું નામ;
રાધાનું નામ તમે...

કવિ શ્રી સુરેશ દલાલના અવાજમાં એમની રચનાઓ અહીંથી ડાઉનલોડ કરી શકો છો. Jayshreehttp://www.blogger.com/profile/08563097058882341454noreply@blogger.com4tag:blogger.com,1999:blog-29629022.post-1162963383339867932006-11-07T21:14:00.000-08:002006-11-07T21:23:10.846-08:00कर ना सके हम प्यार का सौदा...સ્વર : આશા ભોસલેં , કુમાર શાનુ

<embed src='http://www.bolt.com/audio/audio_player_mp3_branded.swf?contentId=2578172&contentType=3' loop='false' quality='high' bgcolor='ffffff' width='360' height='350' name='audio_player_mp3' align='middle' allowScriptAccess='sameDomain' type='application/x-shockwave-flash' pluginspage='http://www.macromedia.com/go/getflashplayer' />
Get music codes at Bolt.

कर ना सके हम प्यार का सौदा, कीमत ही कुछ ऐसी थी
जीती बाज़ी हार गये हम, किस्मत ही कुछ ऐसी थी

कोई न समज़े कोई न जाने कैसी ये मजबुरी है
पास है एक दुजे के कितने फीर भी कितनी दूरी है
आंखो में आंसु के है कतरें, होठो पे खामोशी है

हस न सके हम, रो न सके हम, हालत ही कुछ ऐसी थी
जीती बाज़ी हार गये हम, किस्मत ही कुछ ऐसी थी

एक तरफ़ है प्यार का दामन, एक तरफ है फर्ज़ मेरा
सोच रहा हुं कैसे चुकाउं ए झिंदगानी कर्ज़ तेरा
देखो ज़रा किस मोड पे लाये ये ज़ालिम हालात मेरे

हमको मिली ना तुमको मिली, वो चाहत ही कुछ ऐसी थी
जीती बाज़ी हार गये हम, किस्मत ही कुछ ऐसी थीJayshreehttp://www.blogger.com/profile/08563097058882341454noreply@blogger.com0tag:blogger.com,1999:blog-29629022.post-1162872514980119612006-11-06T19:20:00.000-08:002006-11-06T20:16:54.293-08:00થાય સરખામણી તો - બરકત વિરાણી ‘બેફામ’"The difference between what we do and what we are capable of doing suffice to solve most of the world's problems." - Mahatma Gandhi.

"આપણે જે કરીએ છીએ અને જે કરી શકીયે છીએ, એ વચ્ચેનો તફાવત દુનિયાની મોટાભાગની સમસ્યાઓને ઉકેલવા માટે પુરતો છે." - મહાત્મા ગાંધી

બેફામસાહેબની આ ગઝલના આ શેરમાં ગાંધીજીની ઉપર જણાવેલી વાત પડઘાય છે, એવું નથી લાગતું ?

ઘોર અંધાર છે આખી અવની ઉપર
તો જરા દોષ એમાં અમારો’ય છે
એક તો કંઇ સીતારા જ નહોતા ઉગ્યા
ને અમે પણ શમાઓ બુઝાવી દીધી

આ જ ગઝલનો મને ઘણો ગમતો બીજો શેર છે :

કોણ જાણે હતી કેવી વર્ષો જૂની
જીંદગી મા અસર એક તન્હાઇની
કોઇએ જ્યાં અમસ્તુ પૂછ્યુ કેમ છો
એને આખી કહાણી સુણાવી દીધી.

<embed src='http://www.bolt.com/audio/audio_player_mp3_branded.swf?contentId=2572938&contentType=3' loop='false' quality='high' bgcolor='ffffff' width='360' height='350' name='audio_player_mp3' align='middle' allowScriptAccess='sameDomain' type='application/x-shockwave-flash' pluginspage='http://www.macromedia.com/go/getflashplayer' />
Get music codes at Bolt.

થાય સરખામણી તો ઊતરતા છીએ
તે છતાં આબરૂ અમે દીપાવી દીધી.
એમના મહેલ ને રોશની આપવા
ઝુંપડી પણ અમારી જલાવી દીધી.

ઘોર અંધાર છે આખી અવની ઉપર
તો જરા દોષ એમાં અમારો’ય છે
એક તો કંઇ સીતારા જ નહોતા ઉગ્યા
ને અમે પણ શમાઓ બુઝાવી દીધી

કોઇ અમને નડ્યા તો ઊભા રહી ગયા
પણ ઊભા રહી અમે કોઇને ના નડ્યા
ખુદ અમે તો ના પહોંચી શક્યા મંઝીલે
વાટ કીન્તુ બીજાને બતાવી દીધી

કોણ જાણે હતી કેવી વર્ષો જૂની
જીંદગી મા અસર એક તન્હાઇની
કોઇએ જ્યાં અમસ્તુ પૂછ્યુ કેમ છો
એને આખી કહાણી સુણાવી દીધી.

જીવતાં જે ભરોષો ઇશ પર
એ મર્યા બાદ ‘બેફામ’ સાચો પડ્યો
જાત મારી ભલે ને તરાવી નહી
લાશ મારી પરંતુ તરાવી દીધી.Jayshreehttp://www.blogger.com/profile/08563097058882341454noreply@blogger.com1tag:blogger.com,1999:blog-29629022.post-1162721220257701132006-11-05T00:21:00.000-08:002006-11-06T19:08:58.380-08:00તારી આંખનો અફીણી – વેણીભાઈ પુરોહિતલગભગ 13-14 વર્ષની હતી, ત્યારથી અમુક ગુજરાતી ગીતો સાંભળ્યા છે... છેલાજી રે, પંખીડાને આ પીંજરું, એક રજકણ સુરજ થવાને શમણે, હવે પ્રભુ અવતાર લ્યો તો પ્રભુ જાણું, આજ મારી નણદીએ મેણું માર્યું.. ઘણા ગીતો નો તો ભાવ પણ નો'તો સમજાતો, તો યે મનભરીને મજા લીઘી છે એ ગીતોની. આજે જો એ બધા ગીતો સાંભળવા મળે તો કદાચ બાળપણ પાછું મળ્યું હોય એવી ખુશી થાય.

મારા ગુજરાતી સંગીત પ્રત્યેના લગાવની શરૂઆત ત્યાંથી થયેલી... પરંતુ આજે પણ જો કોઇ મને ગુજરાતીમાં કંઇ ગાવા કહે ( નસીબ સાંભળનારના, બીજુ શું? ) , કે કોઇ પ્રોગ્રામમાં મારે ફરમાઇશ કરવાની હોય, તો મને સૌથી પહેલા યાદ આવતું ગીત એટલે વેણીભાઇ પુરોહિતની કલમે લખાયેલું આ અમર ગીત. "તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી".

આ ગીતના વખાણ કરવા, કે એના વિષે કંઇક પણ કહેવું એ કદાચ મારા ક્ષમતાની બહાર છે. પણ હા, મને એક વાત કહેવાની ઇચ્છા જરૂર થાય છે. ગુજરાતી પ્રણય ગીતોના કોઇ કાઉન્ટ ડાઉન કાર્યક્રમનું સંચાલન મને આપવામાં આવે, તો મારે એ જ વિચારવું પડે કે 2 થી 10 નંબરમાં કયા કયા ગીતો મુકવા? પ્રથમ સ્થાન તો આ જ ગીત ને મળે.

અને આજે આવું ખાસ ગીત મુક્યં હોય, તો એને જરા વધુ ખાસ બનાવીએ, તો કેવું ?

સૌથી પહેલા તો સાંભળો દિવાદાંડી ફિલ્મમાં શ્રી દિલિપભાઇ ઢોલકિયાના કંઠે ગવાયેલું અને સંગીતબધ્ધ થયેલું આ ગીત.

<embed src='http://www.bolt.com/audio/audio_player_mp3_branded.swf?contentId=2562284&contentType=3' loop='false' quality='high' bgcolor='ffffff' width='360' height='350' name='audio_player_mp3' align='middle' allowScriptAccess='sameDomain' type='application/x-shockwave-flash' pluginspage='http://www.macromedia.com/go/getflashplayer' />
Get music codes at Bolt.

દિલિપભાઇના કંઠે આ ગીતની પ્રથમ કળી, કોઇ પણ સંગીત વગર સાંભળશો ? શબ્દ અને સ્વરના સોનામાં સંગીત જે સુગંધ ભેળવે છે, તે કદાચ આમ સંગીતની ગેરહાજરી વખતે વધારે ધ્યાનમાં આવે.

<embed src='http://www.bolt.com/audio/audio_player_mp3_branded.swf?contentId=2562562&contentType=3' loop='false' quality='high' bgcolor='ffffff' width='360' height='350' name='audio_player_mp3' align='middle' allowScriptAccess='sameDomain' type='application/x-shockwave-flash' pluginspage='http://www.macromedia.com/go/getflashplayer' />
Get music codes at Bolt.

અને છેલ્લે, સોલીભાઇ ના 'તારી આંખનો અફીણી' આલ્બમને તો કેમ ભુલાઇ? સોલી કાપડિયાના મધુર કંઠે આ ગીત સાંભળો.

<embed src='http://www.bolt.com/audio/audio_player_mp3_branded.swf?contentId=1029327&contentType=3' loop='false' quality='high' bgcolor='ffffff' width='360' height='350' name='audio_player_mp3' align='middle' allowScriptAccess='sameDomain' type='application/x-shockwave-flash' pluginspage='http://www.macromedia.com/go/getflashplayer' />
Get music codes at Bolt.

( આભાર : કલરવ )

તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
તારા રૂપની પૂનમનો પાગલ એકલો (2)

આજ પીઉં દરશનનું અમૃત, કાલ કસુંબલ કાવો,
તાલ પુરાવે દિલની ધડકન, પ્રીત બજાવે પાવો,
તારી મસ્તીનો મતવાલો આશક એકલો… હે તારા રૂપની….
તારી આંખનો અફીણી….

પાંખોની પરખે પરબડી આંખો જુએ પીયાવો
અદલ બદલ તનમનની મૌસમ ચાતકનો ચકરવો
તારા રંગ નગરનો રસિયો નાગર એકલો…હે તારા રૂપની…
તારી આંખનો અફીણી….

( આ ગીતની બાકીની 4 કળીઓ અહીં મોરપિચ્છ પર વાંચો ) Jayshreehttp://www.blogger.com/profile/08563097058882341454noreply@blogger.com5tag:blogger.com,1999:blog-29629022.post-1162708399755802112006-11-04T22:31:00.000-08:002006-11-06T19:12:31.253-08:00મારા જખમ ને દર્દમાં કુદરતનો ભાગ છે - બેફામસ્વર : આશિત દેસાઇ

<embed src='http://www.bolt.com/audio/audio_player_mp3_branded.swf?contentId=2557770&contentType=3' loop='false' quality='high' bgcolor='ffffff' width='360' height='350' name='audio_player_mp3' align='middle' allowScriptAccess='sameDomain' type='application/x-shockwave-flash' pluginspage='http://www.macromedia.com/go/getflashplayer' />
Get music codes at Bolt.

મારા જખમ ને દર્દમાં કુદરતનો ભાગ છે
કે ચાંદમાં છે દાગ ને સુરજમાં આગ છે

કહે છે કે શ્રેષ્ઠ સ્થાન પ્રણયમાં છે ત્યાગનું
એ સત્ય હો તો જાઓ, તમારો એ ત્યાગ છે

મહેકી રહી છે એમ મુહોબ્બત કલંક થઇ
જીવનના વસ્ત્ર પર કોઇ અત્તરનો દાગ છે

બેફામ તારી પ્યાસને નથી કોઇ જાણતુ
ને સૌ કહે છે પ્રેમના પાણી અતાગ છેJayshreehttp://www.blogger.com/profile/08563097058882341454noreply@blogger.com1tag:blogger.com,1999:blog-29629022.post-1162542450614296312006-11-03T00:16:00.000-08:002006-11-06T19:13:47.140-08:00માડી તારુ કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો - અવિનાશ વ્યાસહે માં..
તું જ મને આપે છે ઉત્તમ વિચારો
બધા કહે છે, હું કવિ છું કેવો સારો

શશિ તારો ચહેરો છે, બુધ્ધિ સૂરજ છે
શ્વસે, તો બને તું હવાનો ઉતારો
તું ચાલે તો લાગે ગતિ જન્મી હમણા
તું બેસે તો અટકે સમય એકધારો
હે માં...

<embed src='http://www.bolt.com/audio/audio_player_mp3_branded.swf?contentId=2550453&contentType=3' loop='false' quality='high' bgcolor='ffffff' width='360' height='350' name='audio_player_mp3' align='middle' allowScriptAccess='sameDomain' type='application/x-shockwave-flash' pluginspage='http://www.macromedia.com/go/getflashplayer' />
Get music codes at Bolt.

ઓ માં... ઓ માં....

માડી તારુ કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો
જગ માથે જાણે પ્રભુતાએ પગ મૂક્યો.

મંદિર સર્જાયુ ને ઘંટારવ ગાજ્યો
નભનો ચંદરવો મા એ આંખ્યુમાં આંજ્યો
દીવો થાવા મંદિરનો ચાંદો આવી પૂગ્યો
કંકુ ખર્યું ને સુરજ ઉગ્યો…
માડી તારુ કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો.

માવડી ની કોટમા તારાના મોતી
જનની ની આંખ્યું માં પૂનમની જ્યોતિ
છડી રે પુકારી મા ની મોરલો ટ્હુક્યો
કંકુ ખર્યું ને સુરજ ઉગ્યો…
માડી તારુ કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો.

નોરતાં ના રથનાં ઘૂઘરા રે બોલ્યા
અજવાળી રાતે મા એ અમરત ઢોળ્યાં
ગગન નો ગરબો મા ના ચરણોમાં ઝૂક્યો
કંકુ ખર્યું ને સુરજ ઉગ્યો…
માડી તારુ કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો.Jayshreehttp://www.blogger.com/profile/08563097058882341454noreply@blogger.com0tag:blogger.com,1999:blog-29629022.post-1162479617075324682006-11-02T06:49:00.000-08:002006-11-07T09:46:16.213-08:00બંધ આંખોમાં શમણું સજી ગયું<embed src='http://www.bolt.com/audio/audio_player_mp3_branded.swf?contentId=2546005&contentType=3' loop='false' quality='high' bgcolor='ffffff' width='360' height='350' name='audio_player_mp3' align='middle' allowScriptAccess='sameDomain' type='application/x-shockwave-flash' pluginspage='http://www.macromedia.com/go/getflashplayer' />
Get music codes at Bolt.

બંધ આંખોમાં શમણું સજી ગયું,
મારું દિલ આજે મારું નથી રહ્યું

ફૂલના પવનના, સાંજના પ્રણયના,
મનના તરંગના, સૂરના સનમના
રંગો સાતે કોઇ રંગી ગયું,
મારું દિલ આજે મારું નથી રહ્યું

મહેકે શ્વાસોમાં ભીના ચમન,
તારી સુગંધમાં ભાન ભૂલે છે મન
છમછમ ઝાંઝર વાગે મધુરા,
સરસર પાલવ સરકે અધૂરા

મારા ખોબામાં કમળ ખીલી ગયું,
મારું દિલ આજે મારું નથી રહ્યું

હૈયાના દેશમાં તોરણ બંધાયા
વ્હાલના ઉમંગના અવસર આવ્યા
તેં એક અનોખી દુનિયા વસાવી
મારા જીવનને સોળે શણગારી

મારું ઘર આજે સ્વર્ગ બની ગયું
મારું દિલ આજે મારું નથી રહ્યુંJayshreehttp://www.blogger.com/profile/08563097058882341454noreply@blogger.com0tag:blogger.com,1999:blog-29629022.post-1162367165819399432006-10-31T23:32:00.000-08:002006-11-07T09:47:24.306-08:00દિલ મા કોઇની યાદ ના પગલાં રહી ગયા - આદિલ મંસૂરી<embed src='http://www.bolt.com/audio/audio_player_mp3_branded.swf?contentId=2540459&contentType=3' loop='false' quality='high' bgcolor='ffffff' width='360' height='350' name='audio_player_mp3' align='middle' allowScriptAccess='sameDomain' type='application/x-shockwave-flash' pluginspage='http://www.macromedia.com/go/getflashplayer' />
Get music codes at Bolt.

દિલ મા કોઇની યાદ ના પગલાં રહી ગયા,
ઝાંકળ ઊડી ગયું અને ડાઘાં રહી ગયા.

એને મળ્યા છતાંય કોઇ વાત ના થઇ,
ગંગા સુધી ગયા અને પ્યાસા રહી ગયા.

ફૂલો લઇને બાગથી હું નીકળી ગયો,
ને પાનખરના હાથમાં કાંટા રહી ગયા.

વરસ્યા વિના જંતી રહી શિર પરથી વાદળી,
'આદિલ' નજર ઉઠાવીને જોતા રહી ગયા.Jayshreehttp://www.blogger.com/profile/08563097058882341454noreply@blogger.com0tag:blogger.com,1999:blog-29629022.post-1162289897186990442006-10-31T02:04:00.000-08:002006-10-31T02:18:23.333-08:00હ્રદય છલકાઇને મારું - કૈલાસ પંડિતગાયક : મુકેશ

<embed src='http://www.bolt.com/audio/audio_player_mp3_branded.swf?contentId=2534647&contentType=3' loop='false' quality='high' bgcolor='ffffff' width='360' height='350' name='audio_player_mp3' align='middle' allowScriptAccess='sameDomain' type='application/x-shockwave-flash' pluginspage='http://www.macromedia.com/go/getflashplayer' />
Get music codes at Bolt.

હ્રદય છલકાઇને મારું તમારો પ્યાર માંગે છે
ભરેલા જામ જાણે ખુદ હવે પીનાર માંગે છે

ન વર્તન જો ગમે મારું તો તું વ્યવહાર રહેવા દે
જમાના કેમ તું હાથે કરી તકરાર માંગે છે

ખરે છે રોજ તારાઓ ભલા શાને ગગનમાંથી
મુલાયમ કોણ એવો નિત્યનો શણગાર માંગે છે

સહારો આંસુઓનો પણ હવે 'કૈલાસ' ક્યાં બાકી
રુદનના કારણો દુનિયા ખુલાસા વાર માંગે છેJayshreehttp://www.blogger.com/profile/08563097058882341454noreply@blogger.com1tag:blogger.com,1999:blog-29629022.post-1162197345702694462006-10-30T00:27:00.000-08:002006-10-30T00:35:55.960-08:00ભૂલે-ચૂકે મળે તો મુલાકાત માંગશું<embed src='http://www.bolt.com/audio/audio_player_mp3_branded.swf?contentId=2527815&contentType=3' loop='false' quality='high' bgcolor='ffffff' width='360' height='350' name='audio_player_mp3' align='middle' allowScriptAccess='sameDomain' type='application/x-shockwave-flash' pluginspage='http://www.macromedia.com/go/getflashplayer' />
Get music codes at Bolt.

ભૂલે-ચૂકે મળે તો મુલાકાત માંગશું
શણગારવા હ્રદયને એક આધાર માગશું

દિલના વિચાર દિલમાં ઉઠ્યાને શમી ગયા
અજવાળી રાત ગુજરી ગઇ કાળી રાતમાં
પ્રિતમની સાથે પહેલી મુલાકાતના સમય
જેની સવાર ના પડે એ રાત માંગશું

માન્યું કે જેને મળવું છે તેઓ નથી મળે
હું થઇ ગયો નિરાશ કે આશા નહીં ફળે
પણ એની સાધનામાં ભલે જિંદગી ઢળે
મૃત્યુ પછીની લાખ મુલાકાત માંગશુંJayshreehttp://www.blogger.com/profile/08563097058882341454noreply@blogger.com0tag:blogger.com,1999:blog-29629022.post-1162147019460557412006-10-29T10:32:00.000-08:002006-10-29T11:04:00.066-08:00મારા ઝાઝા વંદન જલારામને - મોહન પટેલઆને જલારામ બાપાની કૃપા જ કહેવાય, કે જલારામ જયંતીને દિવસે હું ટહુકાની 100મી પોસ્ટ પ્રસિધ્ધ કરું છું. આમ તો જલારામ બાપાના ભજન યાદ કરું, તો મને 'જલારામ મહિમા' કેસેટમાં જે ભજનો છે, 'અમી ભરેલી નજરું રાખો વીરપુરવાળા બાપા રે', 'જ્યોત રે જગાવી અમે જલા તારા નામની', 'ધન્ય સોરઠની ધરણી રે આજ', 'જલારામ જલારામ જય જલિયાણ' વગેરે તરત જ યાદ આવે, કારણ કે જ્યારે ભજન અને બાકીના ગીત વચ્ચેનો તફાવત સમજવા જેટલી સમજણ પણ ન'હોતી, ત્યારથી એ ભજનો સાંભળ્યા છે.

કોઇ પાસે જો એ ભજન mp3 માં હોય તો મને જરૂરથી મોકલશો. સાથે સાથે, શ્રી મોહન પટેલએ લખેલું આ જલારામ ભજન સાંભળીયે.

<embed src='http://www.bolt.com/audio/audio_player_mp3_branded.swf?contentId=2523650&contentType=3' loop='false' quality='high' bgcolor='ffffff' width='360' height='350' name='audio_player_mp3' align='middle' allowScriptAccess='sameDomain' type='application/x-shockwave-flash' pluginspage='http://www.macromedia.com/go/getflashplayer' />
Get music codes at Bolt.

વીરપુર ગામે, જલિયાણ નામે, સંત વસે ત્યાં એક
પ્રાણ જાયે પણ વચન ન જાયે, એવી એની ટેક

મારા ઝાઝા વંદન જલારામને
જલારામને બાપા જોગી જલિયાણને

જગના નક્શામાં મુક્યું વીરપુર ગામને
ભક્તજનો આવે એની રામ ઝુંપડીએ

ઘણી ખમ્મા ખમ્મા જલારામને
જલારામને બાપા જોગી જલિયાણને ...

ભર્યો ભંડારો એણે ભુખ્યાને કાજે
સદાવ્રત ધારી એ તો સાધુ સંત માટે

પાયે લાગું જોગી જલારામને
જલારામને બાપા જોગી જલિયાણને ...

સેવા ને સ્મરણ એના રુદિયે સમાયા
અલ્લા કેવાણા અમર લેખ લખાણા

'મોહન' હરદમ જપે જલારામને
જલારામને બાપા જોગી જલિયાણને ...Jayshreehttp://www.blogger.com/profile/08563097058882341454noreply@blogger.com0tag:blogger.com,1999:blog-29629022.post-1162000889540209742006-10-27T18:56:00.000-07:002006-10-27T19:01:35.993-07:00નજરને કહી દો કે નીરખે ને એવૂં ...Singer : Soli Kapadia.

<embed src='http://www.bolt.com/audio/audio_player_mp3_branded.swf?contentId=2512648&contentType=3' loop='false' quality='high' bgcolor='ffffff' width='360' height='350' name='audio_player_mp3' align='middle' allowScriptAccess='sameDomain' type='application/x-shockwave-flash' pluginspage='http://www.macromedia.com/go/getflashplayer' />
Get music codes at Bolt.

Dear Visitors,
Somehow my computer is not working properly, so I am unable to write the lyrics here in gujarati. I will fix the problem as soon as possible. Till then, enjoy the music.

Jayshree.Jayshreehttp://www.blogger.com/profile/08563097058882341454noreply@blogger.com0tag:blogger.com,1999:blog-29629022.post-1161749848806976842006-10-24T21:10:00.000-07:002006-10-24T21:17:34.936-07:00સમય - કુતુબ ‘આઝાદ’સમયનો સાદો નિયમ છે કે એ અટકતો નથી
નિયમ છે પ્રેમનો સાદો કે એ કદિ ટકતો નથી
તમારો સાદો નિયમ છે કે સૌને ભટકાવો
ને મારો સાદો નિયમ છે કે હું ભટકતો નથી

<embed src='http://www.bolt.com/audio/audio_player_mp3_branded.swf?contentId=2500129&contentType=3' loop='false' quality='high' bgcolor='ffffff' width='360' height='350' name='audio_player_mp3' align='middle' allowScriptAccess='sameDomain' type='application/x-shockwave-flash' pluginspage='http://www.macromedia.com/go/getflashplayer' />
Get music codes at Bolt.

સંધ્યાની જેમ ક્ષણમાં ઢળી જાય છે સમય.
સદ્-ભાગી કો’ક ને જ ફળી જાય છે સમય.

રહેશો ના કોઇ પણ આ સમયના ગુમાનમાં
સરતો હવાની જેમ સરી જાય છે સમય.

ક્યારેય કોઇ એકનો થઇને રહ્યો નથી
રાજા અને નવાબનો બદલાય છે સમય.

‘આઝાદ’ અણઉકેલ સમસ્યા છે આ સમય
સમજી શકે છે તેમને સમજાય છે સમય .Jayshreehttp://www.blogger.com/profile/08563097058882341454noreply@blogger.com0tag:blogger.com,1999:blog-29629022.post-1161661967723679312006-10-23T19:46:00.000-07:002006-10-23T20:52:57.603-07:00સાંસો કી માલા પે - નુસરત ફતેહઅલી ખાનથોડા દિવસો પહેલા 'ना तो कारवाँ की तलाश है... ...' કવ્વાલી મૂકેલી ત્યારે નુસરત ફતેહઅલી ખાનને યાદ કર્યા હતા ને, તો આજે એમની એક ઘણી જ સરસ કવ્વાલી મૂકું છું. 20 મિનિટ સુધી ચાલતી આ કવ્વાલી મને સૌથી વધુ ગમતી કવ્વાલીઓમાં આવે. સાંસોકી માલા પે સિમરું મૈં પી કા નામ... આ જ શબ્દો અને ધૂન પરથી એક ફિલ્મનું ગીત પણ છે, પણ મારા સદનસીબે મેં પહેલા આ કવ્વાલી સાંભળી હતી, અને પછી ઘણા વખત પછી ફિલ્મનું ગીત. એટલે ગીતની અસલ મઝા હજુ પણ માણી શકું છું (ફ્લેશબેકમાં ફિલ્મનું ગીત યાદ કર્યા વગર).

આમ તો આખી કવ્વાલી જ ગમે છે, પણ એમાંથી વધુ ગમતી પંક્તિઓ...

सजनी पाती तब लिखुं जो प्रितम हो परदेस,
तनमें मनमें पिया बसे भेजुँ किसे संदेस

प्रेमके रंगमें ऐसी डुबी, बन गया एक ही रुप
प्रेमकी माला जपते जपते आप बनी मैं श्याम

<embed src='http://www.bolt.com/audio/audio_player_mp3_branded.swf?contentId=2491845&contentType=3' loop='false' quality='high' bgcolor='ffffff' width='360' height='350' name='audio_player_mp3' align='middle' allowScriptAccess='sameDomain' type='application/x-shockwave-flash' pluginspage='http://www.macromedia.com/go/getflashplayer' />
Get music codes at Bolt.Jayshreehttp://www.blogger.com/profile/08563097058882341454noreply@blogger.com1tag:blogger.com,1999:blog-29629022.post-1161592455129830192006-10-23T01:19:00.000-07:002006-10-23T02:06:19.930-07:00ધમ ધમક ધમ ધમ ધમ.... સાંબેલું...One quick note before you start listening this Natkhat Song..

આજ મુબારક…
કાલ મુબારક…
સૌને મારા વ્હાલ મુબારક…
સૌને મારા સાલ મુબારક…

<embed src='http://www.bolt.com/audio/audio_player_mp3_branded.swf?contentId=2485439&contentType=3' loop='false' quality='high' bgcolor='ffffff' width='360' height='350' name='audio_player_mp3' align='middle' allowScriptAccess='sameDomain' type='application/x-shockwave-flash' pluginspage='http://www.macromedia.com/go/getflashplayer' />
Get music codes at Bolt.

ધમ ધમક ધમ ધમ ધમ.... સાંબેલું...
અલક મકલનું અલબેલું.... સાંબેલું...
જનમ જનમથી વઉને માથે ભાંગેલું.. સાંબેલું..

જેવી ઘઉંમાં કાંકરી, નણંદ મારી આંકરી
હાલે ના પેટનુ પાણી, એવી મારી દેરાણી.. સાંબેલું..

જેવી ફૂટે ધાણી, એવી મારી જેઠાણી
જેવો કુવો ઉંડો, જેઠ એવો ભુડોં... સાંબેલું..

હોય છો ને બટકો, દિયર વટનો કટકો
લીલી લીલી વાડીઓ, ને સસરો એમાં ચાડિયો.. સાંબેલું..

એવો બાંધો સાસુ તણો, પાણીમાં જેમ ફૂલે ચણો
મીઠો મગનો શીરો, એવો નણંદનો વીરો.. સાંબેલું..Jayshreehttp://www.blogger.com/profile/08563097058882341454noreply@blogger.com0tag:blogger.com,1999:blog-29629022.post-1161410753044529132006-10-20T22:42:00.000-07:002006-10-20T23:06:05.363-07:00અમે એવા છઇએ - સુરેશ દલાલ.હમણાં થોડા દિવસો પહેલા સરખા લાગતા ગીતો મોરપિચ્છ અને ટહુકા પર મુક્યા હતા, એ તો યાદ હશે તમને. આજે પણ એક એવું ગીત લઇને આવી છું, કે સાંભળતા હો સુરેશ દલાલને અને રમેશ પારેખ વારે વારે યાદ આવે... ગીતના શબ્દો છે, "તમે માછલી માગો ને અમે દરિયો દઇએ.".. હવે તમે જ કહો, રમેશ પારેખનું પેલુ ખૂબ જાણીતું "વ્હાલબાવરીનું ગીત - હું તો ખોબો માગું ને દઈ દ્યૈ દરિયો ! " યાદ ન આવે એવું બને ?

સ્વર : હંસા દવે

<embed src='http://www.bolt.com/audio/audio_player_mp3_branded.swf?contentId=2469069&contentType=3' loop='false' quality='high' bgcolor='ffffff' width='360' height='350' name='audio_player_mp3' align='middle' allowScriptAccess='sameDomain' type='application/x-shockwave-flash' pluginspage='http://www.macromedia.com/go/getflashplayer' />
Get music codes at Bolt.

અમે એવા છઇએ, અમે એવા છઇએ.
તમે માછલી માગો ને અમે દરિયો દઇએ.

તમે અમથું જુઓ તો અમે દઇ દઇએ સ્મિત,
તમે સૂર એક માગો તો દઇ દઇએ ગીત,

તમે વાંસળી કહો ત્યાં અમે વૃન્દાવન જઇએ,
અમે તારા બગીચાની માલણ છઇએ.

તમે પગલું માંડો કે અમે થઇ જઇએ પંથ,
અમે ફૂલોની પાંદડીમાં છૂપી વસંત,

તમે પૂછો નહિ અમને અમે કેવા છઇએ,
અમે તારા આકાશમાં પારેવાં છઇએ.Jayshreehttp://www.blogger.com/profile/08563097058882341454noreply@blogger.com0tag:blogger.com,1999:blog-29629022.post-1161325361753958412006-10-19T23:06:00.000-07:002006-10-23T09:25:19.343-07:00અમે યુ.એસ.એ. ના રહેવાસી.... - ચન્દુ મટ્ટાણીઆમ તો દેશ અને કુટુંબ કાયમ જ યાદ આવે... અને દિવાળીના દિવસો હોય તો તો પૂછવું જ શું ? પછી ઊર્મિએ કહ્યું એમ, દેશમાં દોડી જવાની ઇચ્છા ન થાય તો જ નવાઇ...

મારે તો અમેરિકામાં આ બીજી દિવાળી છે..(અને દિલથી તેમજ કાયદાની રીતે પણ હું હજી ભારતવાસી જ છું.. :) પણ જેઓ વર્ષોથી અહીંયા કે પછી ગુજરાતથી દૂર છે, એમણે તો જે-તે દેશમાં રહીને જ પોતાની અંદરના ગુજરાતને જીવતું રાખ્યું હોય છે. એમની ભાવનાને ખૂબ સરસ રીતે 'મા ભોમ ગુર્જરી'માં વણી લેવામાં આવી છે. તો એમાંથી એક ગીત આજે સાંભળીએ.. અને થોડા હસી લઇએ.

સાથે સાથે... સૌને મારા તરફથી દિવાળી અને નવ-વર્ષની શુભેચ્છાઓ.

<embed src='http://www.bolt.com/audio/audio_player_mp3_branded.swf?contentId=2462774&contentType=3' loop='false' quality='high' bgcolor='ffffff' width='360' height='350' name='audio_player_mp3' align='middle' allowScriptAccess='sameDomain' type='application/x-shockwave-flash' pluginspage='http://www.macromedia.com/go/getflashplayer' />
Get music codes at Bolt.

અમે યુ.એસ.એ. ના રહેવાસી પણ છીએ દિલથી ભારતવાસી

અમેરિકા તો વર્લ્ડ-ક્લાસ છે મનમાં એવો દમામ
ડોલર-સેંટમાં દીઠા સૌએ અડસઠ તીરથધામ

ન્યુ જર્સી કે મેનહટન વોશિંગટન બાલ્ટીમોર
વેસ્ટ કોસ્ટમાં હોલીવુડ ને ડીઝની કેરો શોર

સાંજ પડે ને સાંભરે અમને ડેડ-મોમ ને માસી
અમે યુ.એસ.એ. ના રહેવાસી પણ છીએ દિલથી ભારતવાસી

મોટલ વાળા પટેલ મગનભાઇ મેક થયા છે ભાઇ
નોખા રહેતા ઇંડિયન થઇ કહેવાયા એન.આર.આઇ

સ્વીચ ઉંધી નળ ઉંધા ચાલે ગાડી ઉંધે પાટે
ક્રિકેટ ગિલ્લી-દંડા છોડી બેઝબોલ માટે બાધે

ગોટ-પિટ ગોટપિટ કરતા જો મોટેલ પર બેઠા માસી
અમે યુ.એસ.એ. ના રહેવાસી પણ છીએ દિલથી ભારતવાસીJayshreehttp://www.blogger.com/profile/08563097058882341454noreply@blogger.com2tag:blogger.com,1999:blog-29629022.post-1161239930449412632006-10-18T23:26:00.000-07:002006-10-18T23:38:58.356-07:00વ્યથા હોવી જોઈએ -’મરીઝ’સ્વર ': મનહર ઉધાસ

<embed src='http://www.bolt.com/audio/audio_player_mp3_branded.swf?contentId=2455985&contentType=3' loop='false' quality='high' bgcolor='ffffff' width='360' height='350' name='audio_player_mp3' align='middle' allowScriptAccess='sameDomain' type='application/x-shockwave-flash' pluginspage='http://www.macromedia.com/go/getflashplayer' />
Get music codes at Bolt.

આ મુહોબ્બત છે કે છે એની દયા, કહેતા નથી
એક મુદ્દત થઇ કે તેઓ હા કે ના કહેતા નથી
બે જણા દિલથી મળે તો એક મજલિસ છે 'મરીઝ'
દિલ વિના લાખો મળે, એને સભા કહેતા નથી

હું ક્યાં કહું છું આપની ‘હા’ હોવી જોઈએ,
પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ.

એવી તો બેદિલીથી મને માફ ના કરો,
હું ખુદ કહી ઊઠું કે સજા હોવી જોઈએ.

મેં એનો પ્રેમ ચાહ્યો બહુ સાદી રીતથી,
નહોતી ખબર કે એમાં કલા હોવી જોઈએ.

પૃથ્વીની આ વિશાળતા અમથી નથી ‘મરીઝ’,
એના મિલનની ક્યાંક જગા હોવી જોઈએ.Jayshreehttp://www.blogger.com/profile/08563097058882341454noreply@blogger.com1tag:blogger.com,1999:blog-29629022.post-1161147976023402172006-10-17T22:00:00.000-07:002006-10-17T22:07:15.466-07:00માણસ ઉર્ફે… - નયન દેસાઈધવલભાઇના શબ્દોમાં આ ગઝલની પ્રસ્તાવના :

નયનભાઈને સાંભળવા એક મોટો લાહવો છે. મોટા ભાગના કવિઓ ગઝલ લખે છે અને સંભળાવે છે. જયારે નયન ગઝલ જીવે છે અને જીવી બતાડે છે. આંખ બંધ કરીને એ ઘેરા સ્વરથી ગઝલ, એવી તન્મયતાથી સંભળાવે કે જાણે એ પોતે ગઝલના વિશ્વમાં જ પહોંચી ગયા ન હોય અને સાથી શ્રોતાઓને પણ પોતાની સાથે જ લઈ જાય.

આ ગઝલના તો એટલા અર્થસ્વરૂપો છે કે રોજ એક જ શેર વાંચીને એને આખો દિવસ મમળાવો ત્યારે જ સંતોષ થાય.

<embed src='http://www.bolt.com/audio/audio_player_mp3_branded.swf?contentId=2449116&contentType=3' loop='false' quality='high' bgcolor='ffffff' width='360' height='350' name='audio_player_mp3' align='middle' allowScriptAccess='sameDomain' type='application/x-shockwave-flash' pluginspage='http://www.macromedia.com/go/getflashplayer' />
Get music codes at Bolt.

માણસ ઉર્ફે રેતી, ઉર્ફે દરિયો, ડૂબી જવાની ઘટના ઉર્ફે;
ઘટના એટલે લોહી, એટલે વહેવું એટલે ખૂટી જવાની ઘટના ઉર્ફે…

ખુલ્લી બારી જેવી આંખો ને આંખોમાં દિવસો ઊગે ને આથમતા;
દિવસો મતલબ વેઢા, મતલબ પંખી, મતલબ ઊડી જવાની ઘટના ઉર્ફે…

પગમાંથી પગલું ફૂટે ને પગલાંમાંથી રસ્તાના કૈં રસ્તા ફૂટે;
રસ્તા અથવા ફૂલો અથવા પથ્થર અથવા ઊગી જવાની ઘટના ઉર્ફે…

વજ્જરની છાતી ના પીગળે, આંસું જેવું પાંપણને કૈં અડકે તો પણ;
આંસુ, એમાં શૈશવ, એમાં કૂવો, એમાં કૂદી જવાની ઘટના ઉર્ફે…

ચાલો સૌ આ સંબંધોની વણજારોને બીજે રસ્તે વાળી દઈએ,
સંબંધો સમણાંનાં ઝુમ્મર, ઝુમ્મર યાને ફૂટી જવાની ઘટના ઉર્ફે…

છાતીમાં સૂરજ ઊગ્યાનો દવ સળગે ને સૂરજ તો એક પીળું ગૂમડું,
ગૂમડું પાકે, છાતી પાકે, મહેફિલમાંથી ઊઠી જવાની ઘટના ઉર્ફે…

મૂઠી ભરીને પડછાયાનાં ગામ વસેલાં ને પડછાયા હાલે ચાલે,
પડછાયા તો જાણે ચહેરા, ચહેરા જાણે ભૂલી જવાની ઘટના ઉર્ફે…Jayshreehttp://www.blogger.com/profile/08563097058882341454noreply@blogger.com0