ટહુકો

મારી સંગીતની દુનિયાની એક ઝલક

Tuesday, October 31, 2006

હ્રદય છલકાઇને મારું - કૈલાસ પંડિત

ગાયક : મુકેશ


Get music codes at Bolt.

હ્રદય છલકાઇને મારું તમારો પ્યાર માંગે છે
ભરેલા જામ જાણે ખુદ હવે પીનાર માંગે છે

ન વર્તન જો ગમે મારું તો તું વ્યવહાર રહેવા દે
જમાના કેમ તું હાથે કરી તકરાર માંગે છે

ખરે છે રોજ તારાઓ ભલા શાને ગગનમાંથી
મુલાયમ કોણ એવો નિત્યનો શણગાર માંગે છે

સહારો આંસુઓનો પણ હવે 'કૈલાસ' ક્યાં બાકી
રુદનના કારણો દુનિયા ખુલાસા વાર માંગે છે

1 Comments:

At 11/05/2006 01:24:00 AM , Anonymous Anonymous said...

કૈલાસ પંડિત ની ગઝલો વાંચીને, કાયમ એક જ ચિત્ર ઉપસે, દુનિયા સામે બગાવતે ઉતરેલો, પ્રેમ માં અસફળ, સવાર સાંજ મ્રુત્યુ સાથે બેઠક કરતો, કવિ. "હ્રદય છલકાઈ ને " જેવિ ક્રુતી, ને તેને મુકેશ નાં સ્વર મળે એટલે સોના માં સુગંધ ભળે. આવી રચનાઓ મળવી એ ગુજરાતી સંગિત નુ સૌભાગ્ય જ કહેવાય. મને ખેદ છે કે મને સંગિતકાર નુ નામ નથી ખબર, પણ અધભૂત રચના કરી છે, ખરેખર આ ક્રુતી ને તાલ ના બંધન માં બાંધી જ ન શકાય.

Thanks jayshree, for searching and posting the original composition.

 

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home