ટહુકો

મારી સંગીતની દુનિયાની એક ઝલક

Sunday, November 05, 2006

તારી આંખનો અફીણી – વેણીભાઈ પુરોહિત

લગભગ 13-14 વર્ષની હતી, ત્યારથી અમુક ગુજરાતી ગીતો સાંભળ્યા છે... છેલાજી રે, પંખીડાને આ પીંજરું, એક રજકણ સુરજ થવાને શમણે, હવે પ્રભુ અવતાર લ્યો તો પ્રભુ જાણું, આજ મારી નણદીએ મેણું માર્યું.. ઘણા ગીતો નો તો ભાવ પણ નો'તો સમજાતો, તો યે મનભરીને મજા લીઘી છે એ ગીતોની. આજે જો એ બધા ગીતો સાંભળવા મળે તો કદાચ બાળપણ પાછું મળ્યું હોય એવી ખુશી થાય.

મારા ગુજરાતી સંગીત પ્રત્યેના લગાવની શરૂઆત ત્યાંથી થયેલી... પરંતુ આજે પણ જો કોઇ મને ગુજરાતીમાં કંઇ ગાવા કહે ( નસીબ સાંભળનારના, બીજુ શું? ) , કે કોઇ પ્રોગ્રામમાં મારે ફરમાઇશ કરવાની હોય, તો મને સૌથી પહેલા યાદ આવતું ગીત એટલે વેણીભાઇ પુરોહિતની કલમે લખાયેલું આ અમર ગીત. "તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી".

આ ગીતના વખાણ કરવા, કે એના વિષે કંઇક પણ કહેવું એ કદાચ મારા ક્ષમતાની બહાર છે. પણ હા, મને એક વાત કહેવાની ઇચ્છા જરૂર થાય છે. ગુજરાતી પ્રણય ગીતોના કોઇ કાઉન્ટ ડાઉન કાર્યક્રમનું સંચાલન મને આપવામાં આવે, તો મારે એ જ વિચારવું પડે કે 2 થી 10 નંબરમાં કયા કયા ગીતો મુકવા? પ્રથમ સ્થાન તો આ જ ગીત ને મળે.

અને આજે આવું ખાસ ગીત મુક્યં હોય, તો એને જરા વધુ ખાસ બનાવીએ, તો કેવું ?

સૌથી પહેલા તો સાંભળો દિવાદાંડી ફિલ્મમાં શ્રી દિલિપભાઇ ઢોલકિયાના કંઠે ગવાયેલું અને સંગીતબધ્ધ થયેલું આ ગીત.


Get music codes at Bolt.


દિલિપભાઇના કંઠે આ ગીતની પ્રથમ કળી, કોઇ પણ સંગીત વગર સાંભળશો ? શબ્દ અને સ્વરના સોનામાં સંગીત જે સુગંધ ભેળવે છે, તે કદાચ આમ સંગીતની ગેરહાજરી વખતે વધારે ધ્યાનમાં આવે.


Get music codes at Bolt.

અને છેલ્લે, સોલીભાઇ ના 'તારી આંખનો અફીણી' આલ્બમને તો કેમ ભુલાઇ? સોલી કાપડિયાના મધુર કંઠે આ ગીત સાંભળો.


Get music codes at Bolt.

( આભાર : કલરવ )

તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
તારા રૂપની પૂનમનો પાગલ એકલો (2)

આજ પીઉં દરશનનું અમૃત, કાલ કસુંબલ કાવો,
તાલ પુરાવે દિલની ધડકન, પ્રીત બજાવે પાવો,
તારી મસ્તીનો મતવાલો આશક એકલો… હે તારા રૂપની….
તારી આંખનો અફીણી….

પાંખોની પરખે પરબડી આંખો જુએ પીયાવો
અદલ બદલ તનમનની મૌસમ ચાતકનો ચકરવો
તારા રંગ નગરનો રસિયો નાગર એકલો…હે તારા રૂપની…
તારી આંખનો અફીણી….

( આ ગીતની બાકીની 4 કળીઓ અહીં મોરપિચ્છ પર વાંચો )

5 Comments:

At 11/05/2006 10:56:00 AM , Anonymous Anonymous said...

વાહ!! મઝા પડી ગઇ ! એક જાણીતા ગીત વીશે, આટલુ બધુ, પહેલી વાર જાણ્યુ ! The picture is perfect too...!!

 
At 11/05/2006 06:20:00 PM , Anonymous Anonymous said...

સંગીત વિના સૌથી વધારે મઝા આવી !

 
At 11/06/2006 08:53:00 PM , Blogger પિનાકિન લેઉવા said...

પ્રથમ તો આપને ખુબ ખુબ અભિનંદન આ જાણીતા ગીત વીશે, સાથે સાથે આ ગીત સોલી કાપડિયાના અવાજ માં પણ આ ગીત સાંભળવાની ખુબ ખુબ મઝા આવી!

 
At 2/10/2007 08:07:00 AM , Anonymous Anonymous said...

relly thanx for sharing some ting for such a great song of guju gazals and songs world .. thanx a lot m looking forward for some more intresting facts about guju poets and songs... keep posting

 
At 2/10/2007 08:11:00 AM , Anonymous Anonymous said...

Hello..........
the address of this blog has been changed now, and shifted to

www.tahuko.com

 

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home