ટહુકો

મારી સંગીતની દુનિયાની એક ઝલક

Saturday, October 07, 2006

તારા રે નામનો છેડ્યો એકતારો...(આજ નો ચાંદલિયો)


Get music codes at Bolt.

તારા રે નામનો છેડ્યો એક તારો
હું તારી મીરા તુ ગીરીધર મારો
આજ નો ચાંદલિયો મને લાગે બહુ વ્હાલો
કહી દો સુરજને કે ઉગે નહીં ઠાલો

આપણે બે અણજાણ્યા પરદેશી પંખી
આજ મળ્યા જુગજુગનો સથવારો ઝંખી
જોજે વિખાય નહીં શમણાનો માળો
કહી દો સુરજને કે ઉગે નહીં ઠાલો

દો રંગી દુનિયાની કેડી કાંટાળી
વસમી છે વાટ કેમ ચાલુ સંભાળી
લાગે ના ઠોકર જો હાથ તમે ઝાલો
કહી દો સુરજને કે ઉગે નહીં ઠાલો

3 Comments:

At 10/10/2006 07:02:00 PM , Anonymous Anonymous said...

Dear Jayshree,
Your this song was so good that Me and my wife are looking forward to hear this in your own voice.
We wish that you sing for the God.Thy is only for us to live and love .
Keep up your Good work.Waiting to listen more songs from your selection.

 
At 10/10/2006 11:12:00 PM , Anonymous Anonymous said...

બહુ જ સુંદર ગીત !!!

 
At 10/18/2006 03:34:00 AM , Blogger પિનાકિન લેઉવા said...

ખુબ જ સુંદર ગીત છે.
આવા જ સુંદર ગીતો જુની ગુજરાતી ફિલ્મોના છે. પણ સાંભળવા મળતા નથી. જેવાં કે :
* આવો રે.. આવો રે.. ઓ ચિતડુ ચોરી જાનારા મને મોતના વાગે ભણકારા..- ખેમરો લોડ્ણ
* ગાઓ.. ગાઓ.. મન મૂકી નાચો ઝૂકી ઝૂકી
-માલવપતિ મુંજ
વગેરે વગેરે સાંભળવા મળે તો ગદગદ થઇશ.

priykant@blogspot.com

 

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home