ટહુકો

મારી સંગીતની દુનિયાની એક ઝલક

Thursday, November 09, 2006

વ્હેતું ના મેલો - સુરેશ દલાલ


Get music codes at Bolt.

જે તે કવિની રચનાઓ એમના પોતાને કંઠે સાંભળવાની પણ એક જુદી જ મજા હોય છે. શ્રી સુરેશ દલાલના પોતાના અવાજમાં આ રચના સાંભળવી તમને ચોક્કસ ગમશે.


Get music codes at Bolt.

રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં વ્હેતું ના મેલો, ઘનશ્યામ!
સાંજ ને સવાર નિત નિંદા કરે છે ઘેલું ઘેલું રે ગોકુળિયું ગામ!

વણગૂથ્યા કેશ અને અણઆંજી આંખડી કે ખાલી બેડાની કરે વાત;
લોકો કરે છે શાને દિવસ ને રાતડી મારા મોહનની પંચાત.
વળી વળી નીરખે છે કુંજગલીઃ પૂછે છે, કેમ અલી? ક્યાં ગઇ તી આમ?
રાધાનું નામ તમે...

કોણે મૂક્યુ રે તારે અંબોડે ફૂલ એની પૂછી પૂછીને લિયે ગંધ;
વહે અંતરની વાત એ તો આંખ્યુની ભૂલ જો કે હોઠોની પાંખડીઓ બંધ
મારે મોંએથી ચહે સાંભળવા સાહેલી માધવનું મધમીઠું નામ;
રાધાનું નામ તમે...


કવિ શ્રી સુરેશ દલાલના અવાજમાં એમની રચનાઓ અહીંથી ડાઉનલોડ કરી શકો છો.

4 Comments:

At 11/10/2006 07:32:00 AM , Anonymous UrmiSaagar said...

Very nice geet... heard it first time!

 
At 11/10/2006 07:55:00 AM , Anonymous સુરેશ જા said...

મારી પાસે ઘણા બધા કવિઓના પોતાના અવાજમાં કવિતા પઠનો છે, પણ બધું જ કેસેટોમાં છે.
તું જો એને એમ.પી - 3 માં બદલીને મુકી શકે તો કેસેટો કોપી કરીને મોકલી આપું.

 
At 11/11/2006 03:29:00 AM , Anonymous Anonymous said...

ganu badhu khovaai gayu hatu ane have ganu badhu paachhu mali gayu chhey.........dhanyawaad kone aapvo?

 
At 11/24/2006 10:39:00 PM , Anonymous Anonymous said...

ખૂબ સરસ.માણવાની મજા આવી ગઇ.આભાર

nilam doshi

http://paramujas.wordpress.com

 

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home