ટહુકો

મારી સંગીતની દુનિયાની એક ઝલક

Tuesday, September 19, 2006

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં - હરીન્દ્ર દવે

એક સાંભળો અને બીજું તરત યાદ આવે, એવાં મને ઘણાં ગમતા બે ગીતો આજે... એક ટહુકા પર, એક મોરપિચ્છ પર. અને બંને ગીતના શબ્દો પણ એવા છે.. કે તમને કદાચ બીજું ગીત યાદ આવે કે ના આવે.... પણ, કોઇક તો જરૂર યાદ આવી જ જાય....


Upload music at Bolt.

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં
જાણે મૌસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ
એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં

ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં
જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ
એક તારો ટમક્યો ને તમે યાદ આવ્યાં

જરા ગાગર છલકી ને તમે યાદ આવ્યાં
જાણે કાંઠા તોડે છે કોઇ મહેરામણ હો રામ
સહેજ ચાંદની છલકી ને તમે યાદ આવ્યાં

કોઇ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં
જાણે કાનુડાના મુખમાં બ્રહ્માંડ દીઠું રામ
કોઇ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યાં

કોઇ આંગણે અટક્યું ને તમે યાદ આવ્યાં
જાણે પગરવની દુનિયામાં શોર થયો રામ
એક પગલું ઉપડ્યું ને તમે યાદ આવ્યાં

4 Comments:

At 9/24/2006 11:26:00 AM , Anonymous Anonymous said...

Kharekhar...Khubaj Sundar Rachana Che......

Pratham Vaar Sambhali...Parantu...Romanchit Thayi Javayu....

Aavu Sunder Geet Raju Karva Badal.....Khub Khub Aabhar.......


Sincere Apology for not putting comments in Gujarati...

 
At 9/25/2006 04:40:00 AM , Anonymous Anonymous said...

પ્રેમ નુ સુંદર ઊર્મિકાવ્ય !!!

 
At 9/25/2006 05:05:00 PM , Anonymous Anonymous said...

prem ni ati sundar abhivykti a yaad na rup ma api chhe..sathe sangit ane sur banne no samnvay a geet ne vadhaare dipave chhe...

 
At 7/25/2016 11:28:00 AM , Blogger Unknown said...

Aa kavya na swarkaar kon che a janavso

 

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home