વ્યથા હોવી જોઈએ -’મરીઝ’
સ્વર ': મનહર ઉધાસ
Get music codes at Bolt.
આ મુહોબ્બત છે કે છે એની દયા, કહેતા નથી
એક મુદ્દત થઇ કે તેઓ હા કે ના કહેતા નથી
બે જણા દિલથી મળે તો એક મજલિસ છે 'મરીઝ'
દિલ વિના લાખો મળે, એને સભા કહેતા નથી
--
હું ક્યાં કહું છું આપની ‘હા’ હોવી જોઈએ,
પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ.
એવી તો બેદિલીથી મને માફ ના કરો,
હું ખુદ કહી ઊઠું કે સજા હોવી જોઈએ.
મેં એનો પ્રેમ ચાહ્યો બહુ સાદી રીતથી,
નહોતી ખબર કે એમાં કલા હોવી જોઈએ.
પૃથ્વીની આ વિશાળતા અમથી નથી ‘મરીઝ’,
એના મિલનની ક્યાંક જગા હોવી જોઈએ.
1 Comments:
મારી પણ આ ફેવરીટ ગઝલ છે...
વારંવાર સાંભળું છું પણ કદી ઓડકાર જ નથી આવતો!
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home