ટહુકો

મારી સંગીતની દુનિયાની એક ઝલક

Friday, November 10, 2006

કહું છું જવાનીને, પાછી વળી જા .......

ગાયક : મુહમ્મદ રફી


Get music codes at Bolt.

કહું છું જવાનીને, પાછી વળી જા
કે ઘડપણનું ઘર મારું આવી ગયું છે
મનને ન ગમતું ઘડપણનું ડહાપણ
પણ તન તારું સગપણ ભુલાવી રહ્યું છે

મનની સ્થિતિ હમેશા આશિક રહી છે
કાલે જ મેં કોઇને માશુક કહી છે
ફરી પાછા મળશું પાગલ થવાને
હમણા તો ડહાપણ ભઇ સતાવી રહ્યું છે

મુહોબ્બત તો મારો હક છે જનમનો
સાકી હતો ને રહ્યો છું સનમનો
ઘડપણને કહું છું કે માફી દઇ દે
મુહોબ્બતથી મુજને ભઇ ફાવી ગયું છે

3 Comments:

At 11/11/2006 01:00:00 PM , Anonymous chirag said...

Thanks jayshree for posting the original song! Nice complimenting achhaandas on morpeenchh !! keep it up!

 
At 11/11/2006 10:14:00 PM , Blogger વિવેક said...

સુંદર ગીત... મારા મનગમતા ગીતોમાંનું એક... ખાસ કરીને કોલેજના દિવસોમાં જ્યારે રસ્તામાં મળતી દર બીજી છોકરીના પ્રેમમાં પડી જવાતું હતું ત્યારે આ ગીત યાદ રાખવાના ગીતોના અભ્યાસક્રમમાં મોખરાનું સ્થાન ધરાવતું હતું... ગીત ઘડપણનું પણ છે ચિરયુવાન...

 
At 11/12/2006 03:20:00 AM , Blogger Ankit Trevadia said...

great work buddy
ankit here again
keep it up
i have also started to write lyrics in my blog so u can also re visit it again and if ne thing i shall improve on u can tell me
visit www.trevadia12.blogspot.com
i have uploaded there mulaquat paheli hati.
cheers

 

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home