ટહુકો

મારી સંગીતની દુનિયાની એક ઝલક

Wednesday, October 04, 2006

ગાંડિવ લઇ હાથમાં અર્જુન થા યુવાન


Get music codes at Bolt.

ગાંડિવ લઇ હાથમાં અર્જુન થા યુવાન
બની સારથી ઉભો છે યોગેશ્વર ભગવાન

કંટકમાં કેડી તુ કરજે કુનેહથી
પુષ્પની સુગંધને સંભાળજે તુ સ્નેહથી
સુખ-દુ:ખમાં સમતાનું ગાજે તું ગાન
તારી સાથે ઉભો છે યોગેશ્વર ભગવાન

કર્મ વિના મળતુ ના, ગીતા ઉપદેશ છે
એળે ના જાય કર્મ, ગીતા સંદેશ છે
શક્તિ છે તારામાં, કરતો જા કામ
તારી સહાયમાં ઉભો છે યોગેશ્વર ભગવાન

ઉભરાતુ યૌવન યોગેશ્વર ને આપજે
કામ કરી ઇશ્વરના જીવન દિપાવજે
ઘર ઘર ને કરજે તુ ભકિતના ધામ
તારી ભકિતમાં શક્તિ થઇ ભળશે ભગવાન

જીવનમાં લાચારી લેશ તુ ના લાવજે
પાંડવ થઇ પૃથ્વી પર પાપ ને પડકારજે
લડજે ખુમારીથી જીવન સંગ્રામ
બની સારથી ઉભો છે યોગેશ્વર ભગવાન

2 Comments:

At 10/05/2006 12:13:00 AM , Anonymous Anonymous said...

એક થનગનાટ જગાડતું ગીત. પુ. પાંડુરંગ શાસ્ત્રીજી (દાદા) ની સ્વાધ્યાય પ્રવુતિ માં જવાની તક મળતી હતી અને ત્યાં જ્યારે શ્રમ-જ્ઞન ચાલતો હોય ત્યારે આ ગીત મને સાંભળવાની તક મળતી હતી.

અતુલ પાસે ભગોદ નામ ના ગામમાં દરિયા કિનારે આવેલ "અગસ્તિ ઉપવન" ની સ્થાપના થતી હતી ત્યારે મેં સૌ પ્રથમવાર આ ગીત સાંભળેલ. (1985/86 ની આજુબાજુ) ત્યારથી એ મને ખુબ જ ગમતું. પછી તો જ્યાં સુધી વલસાડમાં હતો ત્યાં સુધી કોક વાર કાને પડતું. અંતે વિસરાઇ ગયું હતું.

આજે ફરી એક વાર આ સાંભળવાનો લહાવો આપી ને એ જુના દિવસો યાદ કરાવી દેવા બદલ આભાર જયશ્રી.

 
At 10/06/2006 09:45:00 AM , Anonymous Anonymous said...

Very inspiring Jayshree !

 

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home