ટહુકો

મારી સંગીતની દુનિયાની એક ઝલક

Monday, October 23, 2006

ધમ ધમક ધમ ધમ ધમ.... સાંબેલું...

One quick note before you start listening this Natkhat Song..

આજ મુબારક…
કાલ મુબારક…
સૌને મારા વ્હાલ મુબારક…
સૌને મારા સાલ મુબારક…


Get music codes at Bolt.

ધમ ધમક ધમ ધમ ધમ.... સાંબેલું...
અલક મકલનું અલબેલું.... સાંબેલું...
જનમ જનમથી વઉને માથે ભાંગેલું.. સાંબેલું..

જેવી ઘઉંમાં કાંકરી, નણંદ મારી આંકરી
હાલે ના પેટનુ પાણી, એવી મારી દેરાણી.. સાંબેલું..

જેવી ફૂટે ધાણી, એવી મારી જેઠાણી
જેવો કુવો ઉંડો, જેઠ એવો ભુડોં... સાંબેલું..

હોય છો ને બટકો, દિયર વટનો કટકો
લીલી લીલી વાડીઓ, ને સસરો એમાં ચાડિયો.. સાંબેલું..

એવો બાંધો સાસુ તણો, પાણીમાં જેમ ફૂલે ચણો
મીઠો મગનો શીરો, એવો નણંદનો વીરો.. સાંબેલું..

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home