ટહુકો

મારી સંગીતની દુનિયાની એક ઝલક

Friday, June 30, 2006

જાણીબૂઝીને - હરીન્દ્ર દવે.


Upload music at Bolt.

જાણીબૂઝીને અમે અળગાં ચાલ્યાં ને છતાં
પાલવ અડક્યાનો મને વ્હેમ છે
સાવ રે સફાળા તમે ચોંકી ઉઠ્યાને, પછી
ઠીક થઇ પૂછ્યું કે કેમ છે’ ?

આટલા અબોલા પછી આવો સવાલ, કહો
કેમ કરી ઊતરવું પાનું?
મૂંગા રહીએ તો તમે કારણ માનો ને, હોઠ
ખોલીએ તો બોલવાનું બ્હાનું !

હું તો બોલીશ છતાં માનશો તમે કે
હજી દુનિયા આ મારી હેમખેમ છે !

વાયરાથી નળિયાને ફૂટી છે પાંખ, થઇ
ચાલતી દીવાલ થકી ઇંટો ?
ભર રે ચોમાસે હવે છાપરા વિનાનો, કેમ
કોરો રહે સ્મરણોનો વીંટો ?

દુનિયાની વાત મૂકો, માનશો તમે કે, હજી
આપણી વચાળે જરી પ્રેમ છે ?

Wednesday, June 28, 2006

Kabhi Kisiko Mukammal Jahan Nahin Milata..

Lyricist :Nida Fazli
Singer : Asha Bhosle, Bhupinder
Music Director :Khayyam
Movie :Aahista Aahista - 1981


Upload music at Bolt.

kabhee kisee ko mukammal jahaan naheen milataa
kahee jameen to kahee aasamaan naheen milataa

jise bhee dekhiye wo apane aapamei gum hai
jubaan milee hain magar humajubaan naheen milataa

buzaa sakaa hain bhalaa kaun wakt ke shole
ye ayesee aag hain jis mein dhuwaan naheen milataa

tere jahaan mein ayesaa naheen ke pyaar n ho
jahaa ummeed ho is kee wahaa naheen milataa

Tuesday, June 27, 2006

હસ્તાક્ષર - શ્યામલ મુન્શી.

'શ્યામલ - સૌમિલ' નિર્મિત હસ્તાક્ષર સિરિઝનું ટાઇટલ ગીત.

શબ્દો : શ્યામલ મુન્શી.
સંગીત : શ્યામલ - સૌમિલ મુન્શી.
સૂર : જગજીતસીંગ
Marketed by : TOUCHING TUNES

( શ્રી સૌમિલભાઇનો ખૂબ ખૂબ આભાર, જેમણે આ ગીત અહીં પ્રસ્તુત કરવાની પરવાનગી આપી )



અંતરનાં પાને હળવેથી અંકાયા સ્વર અક્ષર;
સૂર-શબ્દના થાય હૃદય પર સહિયારા હસ્તાક્ષર;
એવા આ હસ્તાક્ષર.

વતન તણી માટીની ફોરમ ભીંજવી દેતી ભીતર;
ફૂલ-ફૂલની ઓળખ લઇને ખુશ્બુ વહેતી ઘર ઘર;
સમય ભલેને સરી જાય પણ અમર રહે સ્વર અક્ષર;
સૂર-શબ્દના થાય હૃદય પર સહિયારા હસ્તાક્ષર;
એવા આ હસ્તાક્ષર.

એક જ નાની ફૂંક વહે ને એક બંસરી વાગે;
એક જ પીંછીં રંગ ભરે ને દ્ર્શ્ય સજીવન લાગે;
કંઠ એક જો બને પૂજારી ગીત બને પરમેશ્વર;
સૂર-શબ્દના થાય હૃદય પર સહિયારા હસ્તાક્ષર;
એવા આ હસ્તાક્ષર.

Sunday, June 25, 2006

હે સર્જનહારા...



હે સર્જનહારા... શાને સર્જી તેં, મેળાપ પછી જુદાઇ?
મેળાપ પછી જુદાઇ....

મીઠી લાગે છે મનવાને, મિલન કેરી ઘડી ઘડી..
પણ વિયોગની ક્ષણ લાગે છે, એ ક એક યુગ જેવડી,

ઘડનારો તું એક જ ને કેમ નોખી નોખી ઘડાઇ.. ?
મેળાપ પછી જુદાઇ....
હે સર્જનહારા...

હૈયા કેરા ઘાવ હજી તો નથી જરાયે રૂઝાયા..
વસંત પછી આ પાનખરના કેમ વાયરા વાયા?

રીત્યું તારી હે રખવાળા અમને ના સમઝાઇ..
મેળાપ પછી જુદાઇ....

હે સર્જનહારા... શાને સર્જી તેં, મેળાપ પછી જુદાઇ?
મેળાપ પછી જુદાઇ....

સાહ્યબો... મારો ગુલાબનો છોડ...

Friday, June 23, 2006

Main Chaahoon Sapno Mein Bas Saath Tumhara Ho

સારા સંગીત અને સારી ફિલ્મ વચ્ચે હું ધારું છું એટલુ correlation નથી. એ વાતની અનુભુતી ઘણીવાર થઇ છે. અને આજે અહીં જે મુક્યું છે, એ ગીત આ વાતની એક સાબિતી. ફિલ્મનું નામ : ખ્વાહિશ. મલ્લિકા શેરાવત ને લીઘે ફિલ્મ ચર્ચામાં આવી ખરી.. પરંતું એક વાર પણ એના ગીત સાંભળવાની ઇચ્છા ના થઇ. એક દિવસ જ્યારે અચાનક આ ગીત સાંભળ્યું, ત્યારે એ એક સુખદ આંચકો હતો. આવું સરસ ગીત આજ સુઘી કશે ના સંભળાયુ?



Raat Ko Chupke Se Aata Hai Ek Farishta
Kuch Khushiyon Ke Lamhe Laata Hai Ek Farishta
Kehat Hai Sapno Ke Aagosh Mein Kho Jao
Tum Bhool Ke Gham Sare Chupke Se So Jao
Main Moond Ke Palkon Ko Jane Kab So Jati Hoon
Anjani Nagri Mein Kahin Ghoom Ho Jati Hoon
Main Chaahoon Sapno Mein Bas Saath Tumhara Ho
In Mere Haathon Mein In Mere Haathon Mein Haath Tumhara Ho
Main Chaahoon Sapno Mein Bas Saath Tumhara Ho

Geeton Ki Rimjhim Mein Chaahat Ke Mausam Mein
Tum Hum Se Milte Ho Hum Tum Se Milte Hai
Din Raat Badalte Hai Haalaat Badal Te Hai
Har Ek Pal Har Ek Lamha Hum Sang Sang Chalte Hai
Phir Subah Hoti Hai Aur Tutte Hai Sapne
Na Jaane Aise Kyon Roothte Hai Sapne
Tum Tanha Rehte Ho Main Tanha Rehti Hoon
Ek Baar Nahin Sau Baar Mein Phir Bhi Kehti Hoon
Main Chaahoon Sapno Mein Bas Saath Tumhara Ho

Anjaani Raahon Mein Jeevan Ki Baahon Mein
Kabhi Sukh Bhi Milte Hai Kabhi Dukh Bhi Milte Hai
Kal Kisne Dekha Hai Kal Kisne Suna Hai
Taqdeer Ke Yeh Afsane Hum Sab Ko Chalte Hai
Kabhi Khwahish Dil Ki Yahan Puri Hoti Hai
Kabhi Khwahish Dil Ki Dil Mein Rehti Hai
Pal Pal Yeh Safar Lekin Chalta Hi Rehta Hai
Har Saas Mein Ek Rang Naya Bharta Hi Rehta Hai
Main Chaahoon Sapno Mein Bas Saath Tumhara Ho
Main Chaahoon Sapno Mein Bas Saath Tumhara Ho
In Mere Haathon Mein In Mere Haathon Mein Haath Tumhara Ho
In Mere Haathon Mein In Mere Haathon Mein Haath Tumhara Ho
Main Chaahoon Sapno Mein Bas Saath Tumhara Ho
Main Chaahoon Sapno Mein Bas Saath Tumhara Ho

Wednesday, June 21, 2006

Omkar Swarupa - (singer : Suresh Wadkar)



ओंकार स्वरुपा, सद्‍गुरु समर्था
अनाथाच्या नाथा, तुज नमो
तुज नमो, तुज नमो, तुज नमो
 
नमो मायबापा, गुरुकृपा घना
तोडीया बंधना मायामोहा
मोहोजाळ माझे कोण नीरक्षीर
तुजविण दयाळा सद्‍गुरु राया
 
सद्‍गुरु राया माझा आनंद सागर
त्रैलोक्या आधार गुरुराव
गुरुराव स्वामी असे स्वयंप्रकाश
ज्या पुढे उदास चंद्ररवी
रवी, शशी, अग्नि, नेणती ज्या रुपा
स्वप्रकाशरुपा नेणे वेद
 
एका जनार्दनी, गुरु परब्रम्ह
तयाचे पै नाम सदा मुखी
तुज नमो, तुज नमो तुज नमो

Tuesday, June 20, 2006

કસુંબીનો રંગ - ઝવેરચંદ મેઘાણી

( શ્રી ચેતનભાઇનો ખૂબ ખૂબ આભાર, જેમણે આ ગીત અહીં પ્રસ્તુત કરવાની પરવાનગી આપી. એમના કંઠે ગવાયેલા લોકગીતોની CD "લોકસાગરનાં મોતી" માથીં આ ગીત લેવાયું છે, જેની વિગત માટે comments જુઓ )





લાગ્યો કસુંબીનો રંગ -
રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ !

જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ;
ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ. - રાજ..

બહેનીને કંઠે નીતરતાં હાલરડાંમાં ઘોળ્યો કસુંબીનો રંગ;
ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ ચોળ્યો કસુંબીનો રંગ. - રાજ..

દુનિયાના વીરોનાં લીલાં બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ;
સાગરને પાળે સ્વાધીનતાની કબરોમાં મહેક્યો કસુંબીનો રંગ. - રાજ..

ભક્તોના તંબૂરથી ટપકેલો મસ્તીભર ચાખ્યો કસુંબીનો રંગ;
વહાલી દિલદારાના પગની મેંદી પરથી ચૂમ્યો કસુંબીનો રંગ - રાજ..

નવલી દુનિયા કેરાં સ્વપ્નોમાં કવિઓએ ગાયો કસુંબીનો રંગ;
મુક્તિને ક્યારે નિજ રક્તો રેડણહારે પાયો કસુંબીનો રંગ. - રાજ...

પિડિતની આંસુડાધારે - હાહાકારે રેલ્યો કસુંબીનો રંગ;
શહીદોના ધગધગતા નિઃશ્વાસે નિઃશ્વાસે સળગ્યો કસુંબીનો રંગ. - રાજ

ધરતીનાં ભૂખ્યાં કંગાલોને ગાલે છલકાયો કસુંબીનો રંગ;
બિસ્મિલ બેટાઓની માતાને ભાલે મલકાયો કસુંબીનો રંગ. - રાજ...

ઘોળી ઘોળી પ્યાલા ભરિયા : રંગીલા હો ! પીજો કસુંબીનો રંગ;
દોરંગાં દેખીને ડરિયાં : ટેકીલા તમે! હોંશિલા તમે ! રંગીલા તમે લેજો કસુંબીનો રંગ!

રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ -
લાગ્યો કસુંબીનો રંગ !

Sunday, June 18, 2006

વાંસળીથી વિખૂટો થઇને આ સૂર






(ગીત સાંભળીને મેં અહીં શબ્દો લખ્યા છે. જ્યાં ભૂલ થઇ હોય ત્યાં ઘ્યાન દોરવા વિનંતી કરું છું.)


વાંસળીથી વિખૂટો થઇને આ સૂર એક ઢૂંઢે કદંબની છાંય..
કે મારગની ધૂળને, ઢંઢોળી પૂછે, મારા માધવને દિઠો છે ક્યાંય..
કે સૂર એક ઢૂંઢે કદંબની છાંય..

યમુનાના વ્હેણ, તમે મૂંગા છો કેમ? કેમ રાધાની આંખ આ ઉદાસ...
વહી જતી લહેરખી ને વ્યાકુળ કરે છે અહીં, સરતી આ સાંજનો ઉજાસ...
કે બાંવરી વિભાવરીની ના પગલાંથી લાગણીની રાતરાણી ઝાકળથી ન્હાય..
કે સૂર એક ઢૂંઢે કદંબની છાંય.. - વાંસળીથી વિખૂટો

ઉડતું આવે જો અહીં મોરપિચ્છ તો તો અમે રાખશું સુંવાળા રંગ...
મારી તે મોરલીના આભમાં ઉગે છે એક, શ્યામના તે નામનો મયંક...
કે જળમાં આ તેજ એનું એવું રેલાય હવે પાતાળે હરિ પરખાય..
કે સૂર એક ઢૂંઢે કદંબની છાંય.. - વાંસળીથી વિખૂટો

Saturday, June 17, 2006

એવું કાંઇ નહીં ! - ભગવતીકુમાર શર્મા


હવે પહેલો વરસાદ બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
એવું કાંઇ નહીં !
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મધમધતો સાદ,
એવું કાંઇ નહીં !

સાવ કોરુંકટાક આભ, કોરોકટાક મોભ, કોરાંકટાક બધાં નળિયાં,
સાવ કોરી અગાસી અને તેય બારમાસી, હવે જળમાં ગણો
તો ઝળઝળિયાં !

ઝીણી ઝરમરનું ઝાડ, પછી ઊજળો ઉધાડ પછી ફરફરતી યાદ,
એવું કાંઇ નહીં !
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મધમધતો સાદ,
એવું કાંઇ નહીં !

કાળું ભમ્મર આકાશ મને ઘેઘૂર બોલાશ સંભળાવે નહીં;
મોર આઘે મોભારે ક્યાંક ટહૂકે તે મારે ઘેર આવે નહીં.
આછા ઘેરા ઝબકારા, દૂર સીમે હલકારા લઇને આવે ઉન્માદ,
એવું કાંઇ નહીં !
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મધમધતો સાદ,
એવું કાંઇ નહીં !

કોઇ ઝૂકી ઝરુખે સાવ કજળેલા મુખે વાટ જોતું નથી;
કોઇ ભીની હવાથી શ્વાસ ઘૂંટીને સાનભાન ખોતું નથી.
કોઇના પાલવની ઝૂલ, ભીની ભીની થાય ભૂલ, રોમ્રોમે સંવાદ
એવું કાંઇ નહીં !
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મધમધતો સાદ,
એવું કાંઇ નહીં !



( આ રચના સોલી કાપડિયા ના આલ્બમ "પ્રેમ એટલે કે..." માં સ્વરબધ્ધ્ થયેલી છે, જે અહીં ક્લિક કરવાથી સાંભળી શકશો. )

Friday, June 16, 2006

Tufaano se ladakar hee to lagate hain saahil itane pyaare




Lyricist :Indeevar
Singer :Mohhamad Aziz
Music Director :Rajesh Roshan
Movie :Aakhir Kyon - 1985

Click here to Listen this beautiful song on Raaga.com


Ek andheraa laakh sitaare, Ek niraashaa laakh sahaare

sabase badee saugaat hain jeewan naadaan hain jo jeewan se haare



duniyaa kee ye bagiyaa ayesee jitane kaante, fool bhee utane

daaman mein khud aa jaayenge, jinakee taraf tu haath pasaare



beete huye kal kee khaatir, tu aanewaalaa kal mat khonaa

jaane kaun kahaa se aa kar, raahe teree fir se sawaare



dukh se agar pahachaan n ho to kaisaa sukh kaisee khushiyaan

tufaano se ladakar hee to lagate hain saahil itane pyaare

Thursday, June 15, 2006

જેનાં મન નવ ડગે - ગંગા સતી

મેરુ તો ડગે પણ જેનાં મન નવ ડગે,
ભલે ભાંગી પડે ભરમાંડ રે,

વિપત પડે પણ વણસે નહીં
સોહી હરિજનનાં પરમાણ રે, .. મેરુ તો ડગે

ચિત્તની વ્રુત્તિ સદા નિર્મળ રાખે ને,
કરે નહીં કોઇની આશ રે

દાન દેવે પણ રહેવે અજાચી ને
રાખે વચનમાં વિશ્વાસ રે, .. મેરુ તો ડગે

હરખ ને શોકની જેને ન આવે હેડકી ને
આઠે પહોર રહેવે આનંદ જી

નિત્ય રહે સતસંગમાં ને
તોડી દીધા માયા કેરા ફંદ રે, .. મેરુ તો ડગે

સંગત કરો તો તમે એવાની કરજો ને
ભજનમાં રહેજો ભરપૂર રે

ગંગા સતી એમ બોલિયાં રે,
જેના નયણોમાં વરસે સાચાં નૂર રે, .. મેરુ તો ડગે


શ્રી ચેતનભાઇ ગઢવી ના કંઠે આ સુંદર ભજન સાંભળો.


( શ્રી ચેતનભાઇનો ખૂબ ખૂબ આભાર, જેમણે આ ભજન અહીં પ્રસ્તુત કરવાની પરવાનગી આપી. એમના કંઠે ગવાયેલા લોકગીતોની CD "લોકસાગરનાં મોતી" માથીં આ ભજન લેવાયું છે. )

શમણાંઓ પહેરીને ઉભા હોય દહાડા, રજની નવડાવે હુંફાળા હેતે....




(ગીત સાંભળીને મેં અહીં શબ્દો લખ્યા છે. જ્યાં ભૂલ થઇ હોય ત્યાં ઘ્યાન દોરવા વિનંતી કરું છું. સાથે જ્યાં મારાથી શ્બ્દો નથી પકડાયા, ત્યાં પણ તમારી મદદની આશા રાખું છું )


શમણાંઓ પહેરીને ઉભા હોય દહાડા, રજની નવડાવે હુંફાળા હેતે....
આવું સર્જાય જો મનગમતું મ્હાયરું, આંખોના(?) અંગના જાય નાચી...

ઉગમણે ઉગીને આથમણે ડુબતો, બેઠો છે સૂરજ જઇ સંધ્યાની ગોદે
અજવાષો વ્હેચીને ખાલી થઇ ગ્યાનો, સહેજે ઘબરાટ ના અંધારી સોડનો..


આવું હરખાય જો થનગનતું મ્હાયરું, આંખોના રંગના જાય મોજી...
શમણાંઓ પહેરીને....


સાગરિયા ઘૂઘવાટો પીધા છે આજે, તોયે નાવો તો છે એવી ને એવી..
તાંડવિયા સૂસવાટો ઝિલ્યા છે આજે, તોયે વાટ્યો ના થઇ કદી મેલી..

આખું લજવાય જો રસવંતુ પોયણું, આશો ના પંથ જાય પહોચીં..
શમણાંઓ પહેરીને....

Tuesday, June 13, 2006

તમે ટ્હૂક્યાં ને... - ભીખુ કપોડિયા

તમે ટહૂક્યાં ને આભ મને ઓછું પડ્યું...
ટહૂકારે એક એક ફૂટી પાંખો ને હવે
આખું ગગન મારું ઝોલે ચડ્યું...

લીલી તે કુંજમાંથી આવ્યા બે બોલ
જેમ ઊજળી કો સારસની જોડ,
પાંખનો હેલાર લઇ પાંપણિયે, ઉર મારું
વાંસળીને જોડ માંડે હોડ.

તરસ્યાં હરણાંની તમે પરખી આરત
ગીત છોડ્યું કે કુંજમાંથી ઝરણું દ્ડ્યું...

મોરનાં તે પીંછાંમાં વગડાની આંખ લઇ
નીરખું નીરખું ન કોઇ ક્યાંય,
એવી વનરાઇ હવે ફાલી સોનલ ક્યાંય
તડકાની લ્હાય નહીં ઝાંય.
રમતીલી લ્હેરખીને મારગ ન ક્યાં... ય
વન આખું રે લીલેરા બોલે મઢ્યું...


આ ગીત સાંભળશો?

Monday, June 12, 2006

લ્યો, કાગળ આપું કોરો,
સોળ વરસનો એક જ ટહૂકો લથબથ એમાં દોરો,
લ્યો, કાગળ આપું કોરો.

- ભગીરથ બ્રહ્મભટ્ટ.