તમે ટ્હૂક્યાં ને... - ભીખુ કપોડિયા
તમે ટહૂક્યાં ને આભ મને ઓછું પડ્યું...
ટહૂકારે એક એક ફૂટી પાંખો ને હવે
આખું ગગન મારું ઝોલે ચડ્યું...
લીલી તે કુંજમાંથી આવ્યા બે બોલ
જેમ ઊજળી કો સારસની જોડ,
પાંખનો હેલાર લઇ પાંપણિયે, ઉર મારું
વાંસળીને જોડ માંડે હોડ.
તરસ્યાં હરણાંની તમે પરખી આરત
ગીત છોડ્યું કે કુંજમાંથી ઝરણું દ્ડ્યું...
મોરનાં તે પીંછાંમાં વગડાની આંખ લઇ
નીરખું નીરખું ન કોઇ ક્યાંય,
એવી વનરાઇ હવે ફાલી સોનલ ક્યાંય
તડકાની લ્હાય નહીં ઝાંય.
રમતીલી લ્હેરખીને મારગ ન ક્યાં... ય
વન આખું રે લીલેરા બોલે મઢ્યું...
આ ગીત સાંભળશો?
5 Comments:
Wah Wah! તમે ટહૂક્યાં ને આભ મને ઓછું પડ્યું...
- SV ( http://www.forsv.com/guju/ )
Thanks for sharing this song, it is nicely composed also & nicely sung too, marketed by Music Center, vallabh vidhyanag, Anand.
VERY GOOD SONG
LET ME KNOW FROM WHERE I GET CD OF THIS SONG
WHO IS THE SINGER?
KALPAN
kalpannpatel@yahoo.com
અત્તિ સુંદર શબ્દો છે ,, અને સાંભળવાની તો મજા જ ઓર છે ,, આભાર.
સાંભળવાની મજા આવી ગઈ
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home