ટહુકો

મારી સંગીતની દુનિયાની એક ઝલક

Thursday, June 15, 2006

જેનાં મન નવ ડગે - ગંગા સતી

મેરુ તો ડગે પણ જેનાં મન નવ ડગે,
ભલે ભાંગી પડે ભરમાંડ રે,

વિપત પડે પણ વણસે નહીં
સોહી હરિજનનાં પરમાણ રે, .. મેરુ તો ડગે

ચિત્તની વ્રુત્તિ સદા નિર્મળ રાખે ને,
કરે નહીં કોઇની આશ રે

દાન દેવે પણ રહેવે અજાચી ને
રાખે વચનમાં વિશ્વાસ રે, .. મેરુ તો ડગે

હરખ ને શોકની જેને ન આવે હેડકી ને
આઠે પહોર રહેવે આનંદ જી

નિત્ય રહે સતસંગમાં ને
તોડી દીધા માયા કેરા ફંદ રે, .. મેરુ તો ડગે

સંગત કરો તો તમે એવાની કરજો ને
ભજનમાં રહેજો ભરપૂર રે

ગંગા સતી એમ બોલિયાં રે,
જેના નયણોમાં વરસે સાચાં નૂર રે, .. મેરુ તો ડગે


શ્રી ચેતનભાઇ ગઢવી ના કંઠે આ સુંદર ભજન સાંભળો.


( શ્રી ચેતનભાઇનો ખૂબ ખૂબ આભાર, જેમણે આ ભજન અહીં પ્રસ્તુત કરવાની પરવાનગી આપી. એમના કંઠે ગવાયેલા લોકગીતોની CD "લોકસાગરનાં મોતી" માથીં આ ભજન લેવાયું છે. )

1 Comments:

At 6/16/2006 01:41:00 AM , Anonymous Anonymous said...

Dear Jayshree
Thanks for another poem by Ganga Sati and song by Chetan Gadhvi.
As informed you earlier my wife Sonal sings with Chetan and they were together in LA last year.

appreciate your interest in litrature - kirit shah

 

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home