પહાડો નો સાદ - Call of the Valley
વાદ્યસંગીતનો મારો શોખ મને ભાઇ તરફથી મળ્યો છે (બીજા ઘણા શોખની જેમ જ તો.. ). આમ તો ભાઇ પાસે સારો સંગ્રહ હતો, પણ એમના જન્મદિવસે એક વાર એમને આ Call of the Valley આપી હતી. શિવકુમાર શર્મા, હરીપ્રસાદ ચૌરસિયા, અને બ્રિજભૂષણ કાબરા જેવા દિગ્ગજો એક સાથે હોય, એટલે વાદ્યસંગીતના કોઇ પણ શોખીનને તરત ગમી જાય એવું સરસ આલ્બમ બને જ.
આ જે ટ્રેક અહીં મૂક્યો છે, એમાં સંતુર, તબલા અને વાંસળી એક સાથે સાંભળવાની ખરેખર મઝા આવે એવું છે. એક્દમ ધીમેથી, અને ફક્ત સિતાર(?) સાથે ચાલુ થતો આ ટ્રેક શરૂઆતમાં કદાચ બોરિંગ લાગે... પણ પછી જમણી બાજુ વાંસળી સંભળાય, અને જાણે સામે બેસીને પંડિત શિવકુમાર સંતુર વગાડે છે.
અને લગભગ અડધે પહોંચીને એવો તો સરસ વાંસળીનો અવાજ ગુંજે કે કાનુડાની વાંસળી યાદ આવી જાય.. જમણી બાજુ સંતુર, ડાબી બાજુ સિતાર, અને સામેથી તબલા અને વાંસળી... એક જ સુર પેલ્લા અલગ અલગ વાદ્ય પર સંભળાય, અને પછી બધા એક સાથે... વાહ.. લાજવાબ.
1 Comments:
ખરેખર જયશ્રી, તે લખ્યું છે તેમ સંગીતના આવા "ખાં" સાથે ભેગા મળીને જે રચના કરે તે અદભુત જ હોય. મારા મત મુજબ જો તમે એકદમ શાંત જ્ગ્યાએ, આંખો બંધ કરી એકચિત્તે જો આ સાંભળો તો એક અનેરી અનુભુતી કરી શકો. આવું સરસ સંગીત સાંભળવાનો લહાવો આપવા બદલ આભાર.
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home