ટહુકો

મારી સંગીતની દુનિયાની એક ઝલક

Tuesday, September 05, 2006

ખુદા તારી કસોટીની પ્રથા - બરકત વિરાણી 'બેફામ'


Upload music at Bolt.

કેવી રીતે વિતે છે વખત, શું ખબર તને ?
તેં તો કદીયે કોઇની પ્રતિક્ષા નથી કરી
એ શું કે રોજ તું જ કરે મારું પારખું
મેં તો કદીયે તારી પરિક્ષા નથી કરી

ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી
કે સારા હોય છે એની દશા સારી નથી હોતી

જગતમાં સર્વને કહેતા નહીં ફરો કે દુઆ કરજો
ઘણાં એવાય છે જેની દુઆ સારી નથી હોતી

ખુબી તો એ કે ડુબી જાવ તો લઇ જાય છે કાંઠે
તરો ત્યારે જ સાગરની હવા સારી નથી

કબરમાં જઇને રહેશો તો ફરિશ્તાઓ ઊભા કરશે
અહીં 'બેફામ' કોઇ પણ જગા સારી નથી હોતી

3 Comments:

At 9/06/2006 05:52:00 AM , Blogger વિવેક said...

જમાનો સૌ ભલા માણસની સાથે આ જ કરવાનો,
તમે પગલું ઉપાડો ત્યાં જ કરશે, ‘આ...ક્..છી’ કોઈ.

-સુંદર ગઝલ...

 
At 9/06/2006 08:30:00 AM , Anonymous Anonymous said...

મુદ્દૈ લાખ બુરા ચાહે તો ક્યા હોતા હૈ ?
વહી હોતા હૈ ,જો મંજૂરે ખુદા હોતા હૈ !

 
At 9/07/2006 01:52:00 PM , Blogger manvant said...

કોમેંટ નં2 મેં લખી છે તે જાણ માટે.મનવંત,

 

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home