ટહુકો

મારી સંગીતની દુનિયાની એક ઝલક

Thursday, August 24, 2006

જય જય ગરવી ગુજરાત - કવિ નર્મદ


( આ ગીતની થોડી પંક્તિ અહીં સાંભળો )

જય જય ગરવી ગુજરાત !
જય જય ગરવી ગુજરાત,
દીપે અરૂણું પરભાત,
ધ્વજ પ્રકાશશે ઝળળળળ કસુંબી, પ્રેમશૌર્યઅંકીત;
તું ભણવ ભણવ નિજ સંતતિ સઉને, પ્રેમ ભક્તિની રીત -
ઊંચી તુજ સુંદર જાત,
જય જય ગરવી ગુજરાત.

ઉત્તરમાં અંબા માત,
પૂરવમાં કાળી માત,
છે દક્ષિણ દિશમાં કરંત રક્ષા, કુંતેશ્વર મહાદેવ;
ને સોમનાથ ને દ્ધારકેશ એ, પશ્વિમ કેરા દેવ-
છે સહાયમાં સાક્ષાત
જય જય ગરવી ગુજરાત.

નદી તાપી નર્મદા જોય,
મહી ને બીજી પણ જોય.
વળી જોય સુભટના જુદ્ધરમણને, રત્નાકર સાગર;
પર્વત પરથી વીર પૂર્વજો, દે આશિષ જયકર-
સંપે સોયે સઉ જાત,
જય જય ગરવી ગુજરાત.

તે અણહિલવાડના રંગ,
તે સિદ્ધ્રરાજ જયસિંગ.
તે રંગથકી પણ અધિક સરસ રંગ, થશે સત્વરે માત !
શુભ શકુન દીસે મધ્યાહ્ન શોભશે, વીતી ગઈ છે રાત-
જન ઘૂમે નર્મદા સાથ,
જય જય ગરવી ગુજરાત.

(આજે કવિશ્રી નર્મદ નો જન્મદિન. એટલે એમનું આ ગીત તો યાદ કરવું જ રહ્યું. પરંતુ મારી પાસે આ ગીત નથી. કોઇ પાસે MP3માં આ ગીત હોય, અને મને મોકલી શકો, તો એ ગીત ટહુકા પર ચોક્કસ મુકીશ. )

O Gujarat, My Gujarat !
O Gujarat, My Gujarat ;Victorious, Valiant Gujarat!
Let’s celebrate a new dawn; O Gujarat, My Gujarat!

Thy brilliant orange flag
Will sing of valour and affection ;
Teach thy children, O Mother –
songs of Love and devotion.
Thy hallowed head held high, Thy flag flutters in the sky,
O Gujarat, My Gujarat ; Victorious, Valiant Gujarat

The Narmada and the Tapi
Rivers we have like the Mahi ;
What valiant soldiers, Mother; What beautiful seashores !
From high mountain tops, shower blessings our ancestors.
Like brothers, Hindus and Muslims
All live in harmony.
O Gujarat, My Gujarat ; Victorious, Valiant Gujarat

The past glories of history,
The golden rule of King Siddharaj –
Will be surpassed in future, O Mother,
Happy times ahead; the black night is over.
Thy children dance with Narmada.
O Gujarat, My Gujarat ; Victorious, Valiant Gujarat

English translation by Dr Rajendrasinh Jadeja

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home