ટહુકો

મારી સંગીતની દુનિયાની એક ઝલક

Thursday, September 14, 2006

ચાલો ફરી પાછા હસતાં થઇ જઇએ - મુકુલ ચોકસી

સંગીત - મેહુલ સૂરતી
સ્વર - અમન લેખડિયા

સૂરત શહેરને પૂરના પાણીથી થયેલ ખાનાખરાબીની ઘીમે ધીમે મરામત થઈ રહી છે. પણ ખરું નુકશાન તો માલસામાનને થયેલા નુકશાનથી ક્યાંય વધારે છે. આવી પરિસ્થિતિમાંથી જે લોકો પસાર થાય એમના દિલ અને દિમાગને જે હાની પહોંચી હોય છે એની સારવાર કરવી ખૂબ કપરું કામ છે. આવા કપરા કાળમાંથી પસાર થનાર વ્યક્તિના માનસને થતી વિપરીત અસર માટે તબીબો Post Traumatic Stress Disorder એવું નામ આપે છે. આખા શહેરના દિલ પર લાગેલ જખમની સારવાર કરવી તો પણ કઈ રીતે એ મોટો સવાલ છે.

સૂરતના મનોરોગ તજજ્ઞ અને જાણીતા કવિ મુકુલ ચોકસીએ આ દિશામાં એક નવો પ્રયોગ કર્યો છે. એમણે સૂરતના જખ્મી ખમીરને જગાડવા માટે એક ખાસ ગીત લખ્યું છે. જે સૂરતના જ સંગીતકાર મેહુલ સૂરતીએ સ્વરબદ્ધ કર્યું છે અને ગાયું છે અમન લેખડિયાએ. આ પ્રકારનો આ પહેલો જ પ્રયોગ છે. આના વિષે વધુ માહિતી ટાઈમ્સ ઓફ ઈંડિયાના આ લેખમાં છે.

(આભાર : લયસ્તરો)

તમે પણ સાંભળો સૂરતના ઘા મટાડતું આ ગીત.



Upload music at Bolt.

ચાલો ફરી પાછા હસતાં થઇ જઇએ
તાપીને કિનારે વસતાં થઇ જઇએ

રડવાનો નથી આ, લડવાનો સમય છે
તકલીફના પહાડો ચડવાનો સમય છે

ખૂબ ઉંચે જનારા રસ્તા થઇ જઇએ
ચાલો... ચાલો... ચાલો... ચાલો...

પાણીમાં ડુબે ઘર, સામાન ને મિલકત,
કિંતુ નહીં ડુબે, વિશ્વાસ ને હિંમત

પહેલાથી વધુ ઝડપે, વિકસતા થઇ જઇએ
ચાલો... ચાલો... ચાલો... ચાલો...

ચાલો ફરી પાછા હસતાં થઇ જઇએ
તાપીને કિનારે વસતાં થઇ જઇએ

3 Comments:

At 9/14/2006 11:38:00 PM , Blogger વિવેક said...

સુંદર ગીત....
મુકુલભાઈને ખબર છે કે એ આ ગીત નહીં લખે તો માનસિક દર્દીઓ એમને ખાવાનો સમય પણ નહીં આપે...

 
At 9/14/2006 11:58:00 PM , Anonymous Anonymous said...

સરસ ગીત ,
શ્રી મુકુલ ભાઇ તરફથી સુરત વાસી ઓને પ્રેરણાસમ.
આભાર.

 
At 9/17/2006 08:10:00 AM , Anonymous Anonymous said...

મુકુલભાઈ એક સારા ડૉકટર અને સારા કવિ છે એ આપણે બધાં જાણીયે છીએ,પણ તેઓ એક સારા વહીવટ કર્તા પણ છે - સુરત માં પૂર પછી મુકુલભાઈ એ હાથ માં ડોલ લઈ જે રીતે સુરત નો કાદવ સાફ કર્યો છે તે સૌ સુરત વાસીઓ માટે પ્રેરણા રૂપ સાબિત થયું, એ વાત ગુજરાત ડીજાસ્ટર મેનેજમેન્ટ ના ,આઈ એ એસ ઓફીસર શ્રી ઝા સાહેબે, મુંબઈમાં પર્યુષણ વ્યાખયાન-માળા વખતે હાજર શ્રોતાઓ ને કહી.
મુકુલભાઈ આપનાં સૌ યોગદાનો બદલ આભાર.
જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા..

 

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home