ટહુકો

મારી સંગીતની દુનિયાની એક ઝલક

Wednesday, September 13, 2006

ઝરણાં બનીને પહાડ ઓગળતા રહ્યા... - ભાગ્યેશ જહા

સ્વર : સોલી કાપડિયા, નિશા ઉપાધ્યાય.


Upload music at Bolt.

ઝરણાં બનીને પહાડ ઓગળતા રહ્યા
આપણે માધ્યમ વિના મળતા રહ્યા

પાંદડુ થથર્યું હશે કોઇ ડાળ પર
એટલે પાછા પવન વળતા રહ્યા

આમ તો મળવાનું પણ ક્યાંથી બને
સારું છે કે સ્વપ્નમાં મળતા રહ્યા

સાવ આ તો શ્વાસ જેવું લાગે છે
એટલે આ જીવમાં ભળતા રહ્યા

2 Comments:

At 9/13/2006 11:21:00 PM , Anonymous Anonymous said...

વોવ, ખુબ જ સુંદર.

આપણે માધ્યમ વિના મળતા રહ્યા...

આમ તો મળવાનું પણ ક્યાંથી બને
સારું છે કે સ્વપ્નમાં મળતા રહ્યા ...

વિરહની વેદના વ્ય્કત કરતા શબ્દો ની આખી જ રચના અહિં ઉતારી લેવાનું મન થાય એમ છે.

 
At 9/18/2006 09:25:00 AM , Anonymous Anonymous said...

ભાગ્યેશ જહા સાહેબ ની સુંદર ગઝલ રજુ કરવા બદલ આભાર.
ભાગ્યેશ ભાઈ એક ઉત્તમ કવિ, વિવેચક અને ખુબજ પારંગત વહીવટ કર્તા છે,સૂરત ના પૂર વખતે ડિજાસ્ટર-મેનેજમેન્ટ ની જવાબદારી ભાગ્યેશ જહા પર હતી અને તે એમણે ખુબજ સુંદર રીતે અદા કરી,એમ્નો ખુબ ખુબ આભાર.
પર્યુષણ વ્યાખ્યાન-માળા વખતે 'ધર્મ અને વિગ્નાન ' વિષય પર એમણે આપેલું ખુબજ માર્મિક પ્રવચન હાજર રહેલા સર્વે શ્રોતાઓ ને સદાય યાદ રહેશે.
ગુજરાત સરકાર માં આટલા નીપૂણ અને લાગણીશીલ અમલદારો છે એ ગુજરાત માટે ગૌરવ ની વાત છે.

જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા.

 

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home