ટહુકો

મારી સંગીતની દુનિયાની એક ઝલક

Monday, September 11, 2006

રે.... વણઝારા...... - વિનોદ જોષી


Upload music at Bolt.

રે.... વણઝારા......
રે.... વણઝારા......

તારી કાંગસીએ તોડ્યો મારો સોનેરી વાળ,
મને બદલામાં વેણી લઇ આપ.

રે.... વણઝારા......

પાથરણા આપું તને આપું પરવાળા,
પૂનમ ઘોળીને પછી આપું અજવાળા...

રે.... વણઝારા......

તારી મોજડીએ તોડી મારી મોતીની પાળ,
મને બદલામાં દરિયો લઇ આપ.

રે.... વણઝારા......

રાજપાટ આપું તને આપું ધબકારા,
પાંપણની પાંદડીના આપું પલકારા...

રે.... વણઝારા......

તારા ટેરવે તણાયા મારા તમખાના ઢાળ,
મને બદલામાં ટહુકો લઇ આપ.

1 Comments:

At 9/13/2006 11:15:00 AM , Anonymous Ajay Patel said...

જયશ્રી, ખુબ જ મધુર ગીત.
પણ એના "ગીતકાર" નું નામ ના મળ્યું જાણવા.

પાંપણની પાંદળીના આપું પલકારા... માં કદાચ સુધારો કરી "પાંદડી" કરવું જોઇએ એમ લાગે છે.

પહેલીવાર બેંડવિથને કારણે બરાબર ના સાંભળવા મ્ળ્યું પણ થોડો વાર પછી ફરી સાંભળવાની મજા આવી ગઇ.

 

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home