ઉંચકી સુગંધ એક ઊભું ગુલાબ - ભાગ્યેશ જહા
સ્વર : સોલી કાપડિયા.
Upload music at Bolt.
ઉંચકી સુગંધ એક ઊભું ગુલાબ
એની વેદનાની વાતોનું શું?
કાંટાંથી છોલાતી લાગણી ને સપનાંઓ
ઉંઘ છતાં જાગવાનું શું?
સુવાસે પડઘાતું આખું આકાશ
છતાં ખાલીપો ખખડે ચોપાસ.
ઉપવનના વાયરાની લે છે કોઇ નોંધ?
કોણ વિણે છે એકલી સુવાસ?
વાયરો કહે તેમ ઉડવાનું આમ તેમ
વાયરાનું ઠેકાણું શું? - ઉંચકી સુગંધ……
ધારોકે ફૂલ કોઇ ચૂંટે ને સાચવે,
ને આપે ને સુંઘે તો સારું.
ધારો કે એક’દીની જિંદગીમાં મળવાનું,
થોડું રખાય તો ય સારું.
પણ ઉપવનમાં ઝુરવાની હોય જો સજા,
તો મળવાના ખ્વાબોનું શું ? - ઉંચકી સુગંધ……
(આભાર : લયસ્તરો, રાધિકા)
2 Comments:
સુંદર ગીત...
આ સાંભળીને મઝા આવી ગઈ... સુરેશભાઈ, જયશ્રી અને રાધિકાએ દુનિયાના જુદા જુદા ખૂણેથી આ શબ્દો અને સૂરને ભેગા કરી આપ્યા એ પોતે જ એક આનંદ છે.
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home