ટહુકો

મારી સંગીતની દુનિયાની એક ઝલક

Saturday, August 12, 2006

થાંભલીનો ટેકો ને ઓસરીની કોર - વિનોદ જોષી


Upload music at Bolt.

થાંભલીનો ટેકો ને ઓસરીની કોર,
કણબીની છોકરીએ પાળ્યો રે મોર,
મોર ટહુકા કરે, મોર ટહુકા કરે...

એણે પાંચીકા અમથા ઉલાળ્યા, પછી છાતીમાં ટહુકાઓ પાળ્યા,
કાળજળું કાચુંને રેશમનો ભાર, એલ ઘેલ પાંપણમાં નવસેરો હાર,
હાર ઝુલ્યા કરે... મોર ટહુકા કરે...

મોરપીંછાની વાત પછી ઉડી, એક સાતમે પાતાળ જઇ બૂડી,
ઉગમણી કેડીને આથમણાં ગીત, નીચી તે નજરું ને ઉંચી તે ભીંત,
ભીંત ઝૂલ્યા કરે... મોર ટહુકા કરે...


પછી ડૂમો ઓઢીને રાત સૂતી, બેઉ આંખો અંધારામાં ખૂંપી,
સૂનમૂન ફાનસમાં અજવાળા કેદ, નીંદરની વારતામાં ઢાંક્યાં રે ભેદ,
ભેદ ખૂલ્યાં કરે... મોર ટહુકા કરે...

4 Comments:

At 8/14/2006 10:34:00 AM , Blogger manvant said...

પછી ડૂમો 'ઓઠી' ને બદલે 'ઓઢી' કરશોજી !
મોર ટહુકે,હાર ઝૂલે,ભીંત ઝૂલે,ભેદ ઝૂલે.. ના પ્રાસ
આંખોને વળગે તેવા છે !ગામઠી સરસ વાત છે !
મેં લીંપ્યું પણ છે. ઓકળીઓ પાડી છે.ઓસરી,
પરસાળ,રવેશ,ઓરડો,બેઠકથી પરિચિત છુંઆભાર !

 
At 8/14/2006 10:01:00 PM , Anonymous Anonymous said...

એક વાર ટહૂક્યો હતો હૈયાને છાપરે,
જીન્દગી તે પછી મોર પિચ્છ બની.
વફા

 
At 8/15/2006 01:37:00 AM , Anonymous અમિત said...

સુંદર ગીત !!!

 
At 9/12/2012 01:31:00 AM , Blogger kanu jani said...

વિનોદભાઈ,મારું ગામડું તમે જીવતું રાખો છો....સાલું,જાનપદી પણું જેના શરીરમાં લોહીની જગાએ ગામડું વહેતું હોય તેનું જ..

 

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home