ટહુકો

મારી સંગીતની દુનિયાની એક ઝલક

Tuesday, August 08, 2006

કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી..

આજે રક્ષાબંધન.

મારી સંગીતની દુનિયા પર સૌથી મોટો પ્રભાવ મારા મોટાભાઇનો. એમને ગમતા ગીતો અને સંગીત મને ગમે જ. કોઇવાર તરત જ... કોઇવાર મહિનાઓ કે વર્ષો પછી..

મોટેભાગે એવું થાય છે કે આ ગીત સાંભળું, અને ભાઇને બઉ યાદ કરું. આજે ભાઇ બઉ યાદ આવે છે, એટલે વારંવાર આ ગીત સાંભળું છું.


Upload music at Bolt.

ઘણું બધુ લખવાની ઇચ્છા થાય છે, પણ તોયે કંઇ સુઝતુ નથી. પ્રભુને પ્રાથના કરું છું કે સુરતને જેમ બને એમ જલ્દી પૂરની આ મુશ્કેલીમાંથી ઉગારે. રક્ષાબંધન જેવો સારો દિવસ સુખરૂપ પસાર થાય...

5 Comments:

At 8/09/2006 03:50:00 AM , Anonymous Anonymous said...

One of my favorites. Thanks for sharing.

 
At 8/09/2006 09:50:00 AM , Anonymous Anonymous said...

મારા બ્લોગ પર જ આજ ગીત મૂક્યુ છે.

રક્ષાબંધન ની શુભકામનાઓ...
Happy Rakhi...

 
At 8/21/2006 11:27:00 PM , Blogger વિવેક said...

નાનપણથી જ મારું અત્યંત પ્રિય ગીત... આમ તો નેટ પરથી ગીત ડાઉનલોડ કરી ભાગ્યે જ સાંભળું છું કેમકે એમ કરવામાં લાગતી રાહ વેઠાતી નથી અને બીજું કે એટલો સમય પણ કાઢી શકાતો નથી.... પણ આ ગીત મેં અત્યારસુધીમાં મારા કન્સલ્ટીંગ રૂમમાં જ દર્દીઓ ન હોય ત્યારે દસેક વાર સાંભળી જ લીધું છે અને હજી પણ સાંભળી જ રહ્યો છું...

હેય જયશ્રી! આભાર ન માનું તો ચાલશે કે?

 
At 6/15/2007 03:23:00 AM , Anonymous Anonymous said...

Hey, can some one send me the link showing the lyrics of this son. I am having dial up connection can't listen to the song.
email: rujuta.gandhi@gmail.com
Will be really grateful
I want this song badly

 
At 7/25/2008 12:57:00 AM , Blogger Unknown said...

આજ બહેન ભાઈ ને બાંધશે અમર રાખડી,
આજ બહેન ભાઈ ને દેશે અમર આશીર્વાદ;

ને ભાઈ આપશે બહેનને અમુલ્ય ભેટ સોગાદ,
હવે ભાઈ કરશે બહેનની રક્ષા જીવનભર;

આજ બ્રાહ્મણો બદલાવશે પવિત્ર જનોઈ,
ને આપશે યજમાનોને અમર આશીર્વાદ;

ખારવા નાળિયેર અર્પણ કરી દરિયાદેવને,
કરશે વિનંતી લાજ રાખજો જીવનભર;

કોઈ કહે છે રક્ષાબંધન,કોઈ કહે બળેવ,
આજ ધણા ઉજવશે કહી નાળિયેરી પૂર્ણિમા;

Raksha Bandhan as the name suggests, signifies a bond of protection that is derived from raksha meaning protection and bandhan meaning bound. On this day of Shravan Purnima (full moon day of shravan month), sisters tie Rakhi, a sacred amulet made up of silky threads matted together in an appealing style and festooned with beads on their brothers' wrist. It is a way of praying for their brothers' good health, wealth, happiness and success. The brothers, likewise, promise to protect their sisters from danger or evil and also give them a token gift. This practice fortifies their protective bond against all ills and odds. Now-a-days...trend is changing...and brothers and sisters exchange rakhi gifts between each other.

Happy Rakhi to all of us.

 

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home