ટહુકો

મારી સંગીતની દુનિયાની એક ઝલક

Saturday, August 05, 2006

ચાલ્યા જ કરું છું


Upload music at Bolt.

ચાલ્યા જ કરું છું, ચાલ્યા જ કરું છું,
આ જગત જન્મ્યું જ્યારથી, ચાલ્યા જ કરું છું
ચાલ્યા જ કરું છું

સંસારની પગથારને કોઇ ઘર નથી,
મારાજ ઘરમાં ક્યાં જવું એ મુજને ખબર નથી,
શ્રધ્ધાનો દીવો દિલમાં પ્રગટાંવ્યાં કરું છું
ચાલ્યા જ કરું છું, ચાલ્યા જ કરું છું

હસ્તી નથી એની જ હસ્તી ધારી લઇને,
બુધ્ધિ કરે જો પ્રશ્ન એને મારી લઇને,
મંદિરમાં જઇ ઘંટને બજાવ્યા કરું છું,
ચાલ્યા જ કરું છું, ચાલ્યા જ કરું છું

નાટક કરું છું જે હું નથી તે હું થઇને,
મરું છું કોઇ વાર મીઠું ઝહર લઇને,
જેણે બનાવ્યો એને હું બનાવ્યા કરું છું,
ચાલ્યા જ કરું છું, ચાલ્યા જ કરું છું

3 Comments:

At 8/06/2006 06:27:00 AM , Blogger Suresh said...

મને અત્યંત ગમતું, બહુ જ ભાવવાહી ગીત .
કોણે લખ્યું છે અને કોણે ગાયું ગાયું છે તે શોધી કાઢી જણાવશો તો આનંદ થશે.
આવાં ગીતો સાંભળીએ ત્યારે આપણી મહાન ભાષા, તેના સર્જકો અને તેના ગાયકો માટેનો અહોભાવ અદકેરો થઇ જાય છે.

 
At 8/06/2006 06:33:00 AM , Blogger Suresh said...

'જેણે બનાવ્યો એને જ હું બનાવ્યા કરું છું,'
આમાં ટાઇપ કરવામાં એક ભૂલ ચીંધું?
આમ હોવું જોઇએ:-

'જેણે બનાવ્યો એને હું બનાવ્યા જ કરું છું,'

 
At 8/06/2006 11:27:00 AM , Blogger manvant said...

આ ગીત સ્વ.મુકેશે ગાયું હોય, એમ અવાજ
પરથી લાગે છે.ભાવવાહી ગીત છે.આભાર !

 

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home