ટહુકો

મારી સંગીતની દુનિયાની એક ઝલક

Saturday, July 29, 2006

પૂછો તો ખરા....


Upload music at Bolt.

ઘાયલને શું થાય છે ? પૂછો તો ખરા
આંખ મિલાવી આંખ કાં શરમાઇ છે? પૂછો તો ખરા

પ્રેમનો અંજામ પણ આવો હશે, ના હતી ખબર
દિલ દઇ દિલદાર પણ છોડી જશે, ના હતી ખબર
આંખે આવી શમણાં ક્યાં વિખરાય છે? પૂછો તો ખરા

દિલ છે તારી પાસને હું દૂર છું, કોને કહું?
આંઘીમાં અટવાયો હુ મજબૂર છું, કોને કહું?
ભૂલ નથી પણ સજા મને કાં થાય છે? પૂછો તો ખરા

મનમંદિરમાં દેવ બનાવી જેની પૂજા કરતી'તી
આશાના દિવડા પ્રગટાવી ચરણે ફૂલો ધરતી'તી
એ અણમોલા ફૂલો કાં કરમાય છે ? પૂછો તો ખરા

2 Comments:

At 7/30/2006 01:20:00 PM , Blogger manvant said...

ઘાયલકી ગત ઘાયલ જાણે...ઔર ન જાણે કોઇ !
હે રી ..મૈ તો પ્રેમ દિવાની મેરા દરદન જાણે કોઇ !
(મારું અતિ-પ્રિય ગીત ,જે ગાતાં આંસુ સરે !).

 
At 7/31/2006 11:32:00 AM , Anonymous અમિત પિસાવાડિયા said...

બહુ જ લાગણીસભર શબ્દો છે !!!
અને ગાનારે કંઠ પણ બહુ જ સરસ આપ્યો છે.
આભાર , જયશ્રી જી.

 

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home