માણિગર મોરલીવાળો શ્યામ...
Upload music at Bolt.
માણિગર મોરલીવાળો શ્યામ, છબીલો છેલછોગાળો શ્યામ,
હળવેથી આવીને રંગભર ખેલેને, સન્મુખ આવીને કરે નૈણનો ચાળો
માણિગર મોરલીવાળો શ્યામ...
કામણગારો પેલો, કાનુડો કાળો પેલો, જમુનાને તીરે મારી વાટ્યું જુએ શ્યામ
ઝટથી આવી મારી ગાગરિયું ફોડીને, મારુ તનમન ભીંજવી દોડી જાતો, પેલો નંદનો લાલો
માણિગર મોરલીવાળો શ્યામ...
જશોદાનો જાયો, રાધાજીનો વ્હાલો, નંદજીનો લાલો પેલો ગાયોનો ગોવાળ
ગામને જગાડવાને નટખટ રંગીલાએ, વાંસળીનો સૂર રેલાવ્યો, આનંદ છવાયો
માણિગર મોરલીવાળો શ્યામ...
1 Comments:
કવિ કોણ છે ?કાવ્ય સરસ છે!માણિગરની મોરલી
કોણ ભૂલે ?....આભાર !
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home