ટહુકો

મારી સંગીતની દુનિયાની એક ઝલક

Thursday, July 27, 2006

કાશ્મીરનો ટહુકો... (Melody Of Kashmir)

આજે એક શબ્દ વગરનું ગીત. શબ્દ વગર ગીત બને ખરું? એ તો મને પણ નથી ખબર. તો ચાલો, એમ કહું કે શબ્દ વગરનું સંગીત.

શાસ્ત્રીય સંગીતમાં મને બઉ ગતાગમ નથી. બઉ તો શું, થોડી યે નથી. રાગોના તો નામ જ ખબર. એ પણ બધા તો નથી ખબર... વાદ્યસંગીત જ્યારે પહેલી વાર સાંભળ્યું, ત્યારે ભાઇ પર ગુસ્સો કર્યો હતો, કે આ શું છે? એકલા તબલા વાગે છે..!! પરંતુ ધીમે ધીમે એ ગમવા માંડ્યું. એ ખરેખર સંગીતને લીધે, કે પછી ભાઇની વાદ્યસંગીત પ્રત્યેની રુચીને લીધે, એ તો મને પણ નથી ખબર.

અને પછી તો ખરેખર મઝા આવવા માંડી. મેં જાતે ખરીદેલું સૌથી પહેલું આલ્બમ : Call of the Vally. એમાં શિવકુમાર શર્માનું સંતૂર, હરીપ્રસાદ ચૌરસિયાની વાંસળી, અને બ્રિજભૂશણ કાબરાના તબલા એક સાથે. એવી સરસ જુગલબંધી જામે કે વાહ...!!


શિવકુમાર શર્માના પુત્ર રાહુલ શર્માને સંતૂર પર સાંભળો, તો પેલી ગુજરાતી કહેવત યાદ આવે, "મોરના ઇંડાને ચીતરવા ના પડે". જેમણે શિવકુમાર શર્માનું "Music of the Mountains" સાંભળ્યું હોય, એને રાહુલ શર્માના આ પહેલા આલ્બમ "Music of Himalayas"માં એની ઝાંખી જરૂર દેખાય.


Title : Melody Of Kashmir
Ablum : Music of Himalayas

Upload music at Bolt.

1 Comments:

At 7/28/2006 07:49:00 AM , Blogger Jayshree said...

Music of Himalayas is a live concert recording, which was released in 2002. Zen was released in 2003. I remember somewhere I have read that Music of Himalayas is Rahul's first solo album. Still I am searching for some authentic source to verify. Thanks.

 

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home