હવે બોલવું નથી - સૈફ પાલનપૂરી
Upload music at Bolt.
આંખોથી લઇશું કામ, હવે બોલવું નથી
રૂપાળું એ એક નામ, હવે બોલવું નથી
યૌવનમાં એક રેશમી સાહસ કર્યું હતું
એવું મળ્યું ઇનામ, હવે બોલવું નથી
પૂછો ના, પ્રીત મોંઘી કે સસ્તી છે દોસ્તો
ચૂકવી દીધા છે દામ, હવે બોલવું નથી
લ્યો સામે પક્ષે ‘સૈફ’ નજર નીચી થઇ ગઇ
શબ્દો હવે હરામ, હવે બોલવું નથી
2 Comments:
An eye is the index of the soul.
બોલશો નહીં, તો યે આંખો ઘણુંબધું કહી દેશે !કવિ
બોલ્યા વિના કહી ચૂક્યા છે...આંખો વડે !આભાર !
હવે બોલવું નથી ... :) :) :)
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home