એક છોકરીના હોય ત્યારે કેટલા અરીસાઓ - રમેશ પારેખ
આજે ફરી એક વાર હસ્તાક્ષર...
આમ તો હસ્તાક્ષરના દરેક આલ્બમની જેમ આ 'રમેશ પારેખ' ના હસ્તાક્ષરમાંથી પણ કોઇ એક ગમતુ ગીત પસંદ કરવું હોય તો મુશ્કેલ કામ. એમ થાય કે 'સાંવરિયો'ને પસંદ કરું, તો 'મનપાંચમના દરિયા'ને ખોટું ના લાગે? 'આંખોના દ્રશ્યો'ને યાદ કરું કે 'છોકરીના હાથથી પડતા રૂમાલ'ને ?
છેવટે મેં પસંદ કર્યું આ ગીત : 'એક છોકરીના હોય ત્યારે કેટલા અરીસાઓ સામટા ગરીબ બની જાય છે'.
શ્યામલ-સૌમિલની જોડીએ ઘણો સરસ કંઠ આપ્યો છે. આ આખા ગીતમાં મને સૌથી પહેલા યાદ રહી ગયેલી, અને સૌથી વધુ ગમતી પંક્તિઓ :
સૌ સૌ નો સૂરજ સૌ સાંચવે પણ છોકરીના હિસ્સાના સૂરજનું શું?
આમ તો સવાલ આખા ગામનો છે પણ, કેવળ છોકરાને આવે આંસુ.
1 Comments:
સરસ !
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home