ટહુકો

મારી સંગીતની દુનિયાની એક ઝલક

Friday, July 28, 2006

દેખતા દીકરાનો જવાબ -ઇંદુલાલ ગાંધી


Upload music at Bolt.

ફાટ્યાં-તૂટ્યાં જેને ગોદડી ગાભાં, આળોટવા ફૂટપાથ,
આંધળી ડોશીનો દેખતો દીકરો, કરતો મનની વાત.
વાંચી તારાં દુ:ખડાં માડી ! ભીની થઈ આંખડી મારી.

પાંચ વરસમાં પાઈ મળી નથી, એમ તું નાખતી ધા,
આવ્યો તે દિ'થી આ હોટલને ગણી, માડી વિનાના 'મા'
બાંધી ફૂટપાયરી જેણે, રાખ્યો રંગ રાતનો એણે !

ભાણિયો તો માડી ! થાય ભેળો જે દિ' મિલો બધી હોય બંધ,
એક જોડી મારાં લૂગડાંમા, એને, આવી અમીરીની ગંધ ?
ભાડે લાવી લૂગડાં મોંઘા, ખાતો ખારા દાળિયા સોંઘા.

દવાદારૂ આંહી આવે ન ઢૂંકડા, એવી છે કારમી વેઠ,
રાત ને દિવસ રળું તોયે મારું, ખાલી ને ખાલી પેટ,
રાતે આવે નીંદર રૂડી, મારી કને એટલી મૂડી.

જારને ઝાઝા જુહાર કે'જે, ઊડે આંહી મકાઈનો લોટ,
બેસવા પણ ઠેકાણું ના મળે, કૂબામાં તારે શી ખોટ ?
મુંબઈની મેડીયું મોટી, પાયામાંથી સાવ છે ખોટી.

ભીંસ વધીને ઠેલંઠેલા, રોજ પડે હડતાળ,
શે'રના કરતા ગામડામાં, મને દેખાય ઝાઝો માલ,
નથી જાવું દાડિયે તારે, દિવાળીએ આવવું મારે.

કાગળનું તારે કામ શું માડી ! વાવડ સાચા જાણ,
તારા અંધાપાની લાકડી થાવાના, મેં લીધા પચખાણ,
હવે નથી ગોઠતું માડી, વાંચી તારી આપદા કાળી.

આભાર : સિદ્ધાર્થનું મન

4 Comments:

At 7/28/2006 11:08:00 PM , Blogger વિવેક said...

આપની મહેનત અને લગન સાચે જ દાદ માંગી લે એવાં છે...

 
At 7/29/2006 10:07:00 AM , Anonymous Anonymous said...

mane aa banne geet download karva hoi to kya javu ?
tame mane e-mail attachment ma mokli shaksho ?
aa geet vishe khabar noti ane peli vaar saambhadu chhu.
thanks,
mital juthani

 
At 7/29/2006 07:18:00 PM , Blogger manvant said...

ગરીબીનું આક્રંદ સૌના દિલને હલાવે જ !
ભૂખ,નિરાધારપણું,અસહાયતા માણસને
દિશાશૂન્ય બનાવી દે છે !માનો કાગળ અને
દીકરાનો જવાબ : શું શીખવે છે ?
આભાર જયશ્રીબહેન !

 
At 8/05/2006 02:21:00 AM , Anonymous nilam said...

hi jayshree,
today only show yr bog.first time.very nice work.selection is very good.congrats.and all the best.......
nilam doshi

 

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home