ટહુકો

મારી સંગીતની દુનિયાની એક ઝલક

Wednesday, July 26, 2006

તું મીંઢળ જેવો કઠ્ઠણ.. - વિનોદ જોશી


Upload music at Bolt.

તું મીંઢળ જેવો કઠ્ઠણ.. ને હું નમણી નાડાછડી
તું શીલાલેખનો અક્ષર, ને હું જળની બારાખડી

એક આસોપાલવ રોપ્યો...
તેં આસોપાલવ ફળીયે રોપ્યો.. તોરણમાં હું ઝુલી
તું અત્તરની શીશી લઇ આવ્યો, પોયણમાં હું ખીલી

તું આળસ મરડી ઉભો.. ને હું પડછાયામાં પડી..
તું મીંઢળ જેવો કઠ્ઠણ ...

એક પાનેતરમાં ટાંક્યું,
મેં પાનેતરમાં મોતી ટાંક્યું, તેં પૂજ્યા પરવાળા
મેં શ્રીફળ ઉપર કંકુ છાંટ્યું, તેં પૂછ્યા સરવાળા

તું સેંથીમાં જઇ બેઠો, ને હું પાંપણ પરથી દડી
તું મીંઢળ જેવો કઠ્ઠણ ..

1 Comments:

At 7/26/2006 02:27:00 AM , Anonymous Anonymous said...

બહુ જ સરસ શબ્દો છે કવિશ્રી વિનોદ જોશી ના. અને ગાનારે કંઠ પણ સરસ આપ્યો છે.
આભાર , જયશ્રી જી...

 

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home