ટહુકો

મારી સંગીતની દુનિયાની એક ઝલક

Sunday, September 24, 2006

નયનને બંધ રાખીને .....

આજે તો નવરાત્રી સુધરી ગઇ... ખરેખર તો આવનારા બધા જ દિવસો થોડે અંશે સુધરી ગયા..

થોડી વિગતે વાત કરું. ( આશા છે કે તમે કંટાળી ના જશો. ) મારું ગુજરાતી સંગીત, ગઝલ પ્રત્યે જે રુચી છે, એમાં એક મોટો ફાળો મનહર ઉધાસને કંઠે સાંભળેલી ગઝલો નો. મને યાદ છે, સુરત યુનિવર્સિટીમાં કંઇ કામ હતુ, ત્યારે ઉત્કર્ષ સાથે વાત કરતા કરતા ખબર પડી કે એ ગુજરાતી ગઝલો સાભળે છે. ત્યાં સુધી તો મેં ફક્ત મારા પપ્પાના રેકોર્ડ કરાવેલા જુના ગુજરાતી ગીતો જ સાંભળેલા. એણે મને સોલીભાઇની 'તારી આંખનો અફીણી' સાંભળવા આપી, અને મનહર ઉધાસની 'અવસર' સાંભળવાની ખાસ સુચના આપી. અને પછી તો એક પછી એક એમ ઘણી બધી વાર શ્રી મનહર ઉધાસના કંઠે ગુજરાતી ગઝલો સાંભળી છે... એની પુરેપુરી મઝા લીધી છે..

ઘણા વખતથી મને ઇચ્છા હતી કે શ્રી મનહરભાઇની પરવાગી લઉં, મારા ટહુકા પર એમની ગઝલો મુકવા માટે.. અને આપણા ગુજરાતીમાં કહેવત છે ને, 'મન હોય તો માળવે જવાય'. એમ આજે ઘણી મહેનત પછી મનહરભાઇ સાથે વાત થઇ ગઇ.. એમની સાથે વાત કરતી વખતે તો જાણે માનવું મુશ્કેલ હતું.. હું ખરેખર એમની સાથે જ વાતો કરી રહી છું?

અને ખુશીની વાત એ છે કે એમણે મને પરવાનગી આપી, એમની ગઝલો ને મારા ટહુકા પર મુકવાની. ( એમને પૂછ્યા વગર એમની 1-2 ગઝલ ટહુકા પર મુકી છે આગળ, જેના માટે હું એમની માફી માંગું છું. )

શ્રી મનહર ઉધાસના કંઠે ગવાયેલી મારી ઘણી બધી ગમતી ગઝલમાંથી આ એક.. અને મેં એવા ઘણા લોકો પણ જોયા છે કે જેમને ગુજરાતી ગઝલ યાદ કરવાનું કહો તો સૌથી પહેલા ( અને કદાચ એક માત્ર ) આ જ ગઝલ યાદ કરે. એક એવા મિત્રને પણ ઓળખું છું, જે મનહર ઉધાસના કાર્યક્રમમાં ફક્ત આ એક ગઝલ સાંભળવા માટે જાય છે.


Get music codes at Bolt.

અશ્રુ વિરહની રાત ના ખાળી શક્યો નહિ
પાછા નયન ના નુર ને વાળી શક્યો નહિ
હું જેને કાજ અંધ થયો રોઇ રોઇ ને
તે આવ્યા તારે એને નિહાળી શક્યો નહિ

( આ મુક્તક કયા કવિનું છે ?? )

નયનને બંધ રાખીને મે જયારે તમને જોયા છે
તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે

ઋતુ એકજ હતી પણ રંગ નો 'તો આપણો એક જ
મને સહેરા એ જોયો છે બહારે તમને જોયા છે

પરંતુ અર્થ એનો એ નથી કે રાત વીતી ગઇ
નહીં તો મેં ઘણી વેળા સવારે તમને જોયા છે

હકીકતમાં જુઓ તો એય એક સપનું હતું મારુ,
ખુલી આખે મે મારા ઘરના દ્રારે તમને જોયા છે

( આ કડીની સાથે 'એક હી ખ્વાબ' ની છેલ્લી પંકિતઓ યાદ આવી જાય.. જબ તુમ્હારા યે ખ્વાબ દેખા થા, અપને બિસ્તર પે મેં ઉસ રોઝ પડા જાગ રહા થા.... )

નહિ તો આવી રીતે તો તરે નહિ લાશ દરિયામાં
મને લાગે છે કે એણે કિનારે તમને જોયા છે

6 Comments:

At 9/25/2006 04:29:00 AM , Anonymous Anonymous said...

નહિ તો આવી રીતે તો તરે નહિ લાશ દરિયામાં
મને લાગે છે કે એણે કિનારે તમને જોયા છે
વાહ !!!

બહુ જ સુંદર ગઝલ છે શ્રી બરકત વિરાણી - 'બેફામ' સાહેબ ની . મારી પ્રિય પણ.

આભાર.

 
At 9/29/2006 07:25:00 PM , Anonymous Anonymous said...

its one of my favourite ghazals...Manhar Udhas is also one of my favourite artists......keep it up....this is something everyone who gets a chance should listen to atleast once.....

 
At 10/07/2006 08:10:00 AM , Blogger સિદ્ધાર્થ શાહ (Siddharth Shah) said...

"અમદાવાદી હોવા છતાં !!
મારી પાસે તેમના કુલ 23 કે 24 આલ્બમો છે.
જયશ્રીબેન તમારી પાસે આ બધો ખજાનો આવી જશે, તેની લ્હાણ બધાને કરતા જજો."

સુરેશભાઈ, ધણી જ ખેલદિલ વાત કરી...


સિદ્ધાર્થ
http"//drsiddharth.blogspot.com

 
At 11/11/2006 12:47:00 PM , Anonymous Anonymous said...

Well said,,, i listen to just 1 gujju song or gazal or whatever u wanna say... its nayan ne bandh raakhi ne.. its just AWESOME..

chal, c ya
Nishith

 
At 11/17/2006 08:03:00 PM , Anonymous Anonymous said...

Is there a way I can download this beautiful ghazal? kayam sanje ghare aavine sambhlu j chhu. Car ma pan sambhli shaku to maja aavi jay....

Thanks,
Atish Shah

 
At 12/06/2006 10:58:00 AM , Blogger Raj Solanki said...

Amzing. I almost had tears in my eyes . Absolutly wonderful collection.

When u next time talk with Manhar udas can u ask him when is he coming to US for show ? I would love to visit that show .

Thx

Raj

 

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home