ટહુકો

મારી સંગીતની દુનિયાની એક ઝલક

Saturday, September 23, 2006

માડી તારા મંદિરીયામાં ઘંટારવ ગાજે

આજથી તો નવરાત્રી શરુ.. ( જોકે ઘણા માટે તો હવે બીજો દિવસ પણ આવી ગયો છે. ) તો ચાલો.. આજે તો એક કલાક સુઘી ગરબાની રમઝટ બોલાવીએ. જો નવરાત્રી સિવાય ગરબા સાંભળવાના હોય, તો આવા નોન-સ્ટોપ ગરબા કરતા મને એક એક ગરબો આખો સાંભળવો વધારે ગમે. પરંતુ નવરાત્રીમાં એક પછી એક ગરબો આવતો રહે અને આપણે નાચતા રહીએ.. એની જ મઝા છે. અને આજે અહીં જે ગરબા મૂક્યા છે, એમાં એક ખાસિયત એ છે કે એમાં દરેક ગરબાની 2-3 કડીઓ છે... એટલે બીજા બધા નોન-સ્ટોપ ગરબાની સરખામણીએ એક ગરબો વધારે વાર સાંભળવા મળે. અને બીજો ફાયદો એ કે ઘણા ગરબા, જેની આજ સુધી એક જ કડી સાંભળી હોય, એ ગરબાની કોઇ નવી કડી સાંભળવા મળે.

હું જયારે 8 મા ધોરણમાં હતી, ( કદાચ 9મા ધોરણમાં ) ત્યારે સૌથી પહેલી નોન-સ્ટોપ ગરબાની કેસેટ સાંભળેલી. ભાઇ લઇ આવેલો કશેથી. '49 નોન-સ્ટોપ ઘમાલ ગરબા' એવું કંઇક ટાઇટલ હતું. એ કેસેટ તો સાચા અર્થમાં સાંભળી સાંભળીને ઘસી નાખી હતી. બીજા વર્ષે કદાચ 'ખેલૈયો' આવી હતી. પછી તો ભાઇએ એવી ઘણી બધી કેસેટ ભેગી કરી હતી. ધીમે ધીમે નોન-સ્ટોપ ગરબાનો ક્રેઝ થોડો ઓછો થયો. પછી તો નવી કેસેટ આવવાની બંધ થઇ.. કારણ કે બધામાં લગભગ સરખું જ હોય.. પણ ખાસ કરીને નવરાત્રીના સમયે હજુ પણ મઝા આવે.

બધાને મારા તરફથી નવરાત્રીની શુભકામનાઓ. ( મારા બાળપણના, અતુલની સુવિધા કોલોનીના ગરબાની વાતો કરવી છે.. પણ 2-3 દિવસ પછી.. આજે તો બસ ગરબાની મઝા જ લઇએ.... )


Get music codes at Bolt.

* માડી તારા મંદિરીયામાં ઘંટારવ ગાજે..
* બહુચરમાંના દેરા પાછળ કુકડે કુક બોલે..
* કુમકુમના પગલા પડ્યા..
* ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડ મા...
* પંખીડા તું ઉડી જાજો પાવાગઢ રે..
* હા.. હા.. રે ગોકુળની ગોવાલડી રે..
* દેર મારી અંગુઠડીનો ચોર
* મેં તો રંગમાં કપડા બોળ્યા રંગીલા..
* મારી મહિસાગરની આરે ઢોલ વાગે સે..
* હું તો ગઇ 'તી મેળે..
* દુહા...

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home