ટહુકો

મારી સંગીતની દુનિયાની એક ઝલક

Friday, September 29, 2006

તારા વિના શ્યામ મને એકલડું લાગે....


Get music codes at Bolt.

શ્યામ….. શ્યામ…. શ્યામ…. શ્યામ…

તારા વિના શ્યામ મને એકલડું લાગે,
રાસ રમવાને વહેલો આવજે (2)
તારા વિના શ્યામ મને એકલડું લાગે,
રાસ રમવાને વહેલો આવજે (2)
તારા વિના શ્યામ…. (2)

શરદપૂનમની રાતડી,
ચાંદની નીકળી છે ભલીભાતની (2)
તું ન આવે તો શ્યામ,
રાસ જામે ન શ્યામ,
રાસ રમવાને વહેલો આવ… આવ… આવ… શ્યામ
તારા વિના શ્યામ…. (2)

ગરબે ધુમતી ગોપીઓ,
સુની છે ગોકુળની શેરીઓ (2)
સુની સુની શેરીઓમાં,
ગોકુળની ગલીઓમાં,
રાસ રમવાને વહેલો આવ… આવ… આવ… શ્યામ.
તારા વિના શ્યામ…. (2)

અંગ અંગ રંગ છે અનંગનો,
રંગ કેમ જાય તારા સંગનો (2)
પાયલ ઝનકાર સુની,
હૃદયના નાદ સુની
રાસ રમવાને વહેલો આવ… આવ… આવ… શ્યામ.
તારા વિના શ્યામ…. (2)

શ્યામ….. શ્યામ…. શ્યામ…. શ્યામ…

3 Comments:

At 10/02/2006 09:37:00 PM , Anonymous Vishal Monpara said...

મને એ ન ખબર પડી કે જ્યાં શ્યામ હોય ત્યાં અનંગ ટકી જ કેમ શકે? તો પછી શ્યામના સંગથી અનંગ આવ્યો જ કઇ રીતે?

 
At 10/06/2006 07:56:00 AM , Anonymous Anonymous said...

અનંગ શું છે?

 
At 10/06/2006 07:58:00 AM , Blogger Jayshree said...

Anang no matalab Kaamdev thaay. Bhagawan Shive jyaare Kaamdev ne baali naakhyo tyaare teni patni Rati vilaap karavaa laagi. tethi Shive tene sajivan karyo parantu tene sharir na aapyu. ane kahyu ke tu have anang tarike praani o maa raheje.

--
Vishal

 

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home