ટહુકો

મારી સંગીતની દુનિયાની એક ઝલક

Thursday, September 28, 2006

લાજ રાખી છે - કૈલાસ પંડિત
As a First Trial to put music on Wordpress, This Gazal can be listen on my another Wordpress Blog.: મોરપિચ્છ


ન આવ્યું આંખમાં આંસુ, વ્યથાએ લાજ રાખી છે
દવાની ગઇ અસર ત્યારે, દુવા એ લાજ રાખી છે

તરસનું માન સચવાયું ફક્ત, તારા વચન ઉપર
સમયસર આભથી વિખરી, ઘટાએ લાજ રાખી છે

ઘણું સારું થયું આવ્યા નહીં, મિત્રો મને મળવા
અજાણે મારી હાલતની, ઘણા એ લાજ રાખી છે

પડી ‘કૈલાસ’ના શબ પર, ઉડીને ધૂળ ધરતીની
કફન ઓઢાળીને મારી, ખુદાએ લાજ રાખી છ

2 Comments:

At 9/28/2006 02:36:00 PM , Anonymous chetna said...

hi jyashree if u have thids song....avo re avore..o chitadu chori janara..(.mukesh -usha mangeshkar...)... can u pls upload it this blog..

 
At 9/29/2006 06:07:00 AM , Blogger વિવેક said...

સરસ ગઝલ.... કૈલાસ પંડિત અને મનહર ઉધાસ- આ જોડીએ ગુજરાતી કવિતા અને સંગીતમાં જાણે જાન રેડી છે...

 

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home