ટહુકો

મારી સંગીતની દુનિયાની એક ઝલક

Monday, September 18, 2006

હરિવરને કાગળ લખીએ રે... - ભગવતીકુમાર શર્મા

સ્વર અને સંગીત : સોલી કાપડિયા


Upload music at Bolt.

હરિવરને કાગળ લખીએ રે...
લઇને જમુના જળ લખીએ રે...

જત લખવાનું કે કરવી છે, થોડી ઝાઝી રાવ
વ્હાલા હારે વઢવાનો યે લેવો લીલો લ્હાવ

અમે તમારા ચરણકમળને પખાળવા આતુર
હવે નૈણમાં વરસો થઇ ચોમાસુ ગાંડુતુર

કંઇ ભીની ઝળહળ લખીએ રે...
લઇને જમુના જળ લખીએ રે...

શ્વાસમાં વરસે રામ રટણ ના કેમ ન પારિજાત
ઝટ બોલો હરિ ક્યારે થાશું રોમ રોમ રળિયાત

કાં રુદિયામાં ફરતી મેલો ટપ ટપ તુલસી માળ
કાં આવીને શ્વાસ સમેટૉ મારા અંતરિયાળ

શું ___ આગળ લખીએ રે...
લઇને જમુના જળ લખીએ રે...

1 Comments:

At 9/19/2006 04:25:00 AM , Blogger Suresh said...

એમનું બીજું ભજન ગીત પણ સરસ છે.
મંજીરાં બે મંજીરાં.....

 

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home