લ્યો, અમે તો આ ચાલ્યાં. - તુષાર શુક્લ.
સંગીત : શ્યામલ - સૌમિલ મુન્શી.
ગાયક : આરતી મુન્શી , આશિત દેસાઇ.
શબ્દ કેરી પ્યાલીમાં સૂરની સુરા પીને લ્યો, અમે તો આ ચાલ્યાં.
મસ્ત બે-ખયાલીમાં લાગણી આલાપી ને લ્યો, અમે તો આ ચાલ્યાં.
જે ગમ્યું તે ગાયું છે ને જે પીધું તે પાયું છે, મ્હેકતી હવાઓમાં કૈંક તો સમાયું છે;
ચાંદનીને હળવેથી નામ એક આપીને લ્યો, અમે તો આ ચાલ્યાં.
જે કંઇ જીવાયું ને જીવવા જે ધાર્યું’તું સાચવીને રાખ્યું’તું, અશ્રુ એ જે સાર્યું’તું;
ડાયરીના પાનાની એ સફરને કાપીને લ્યો, અમે તો આ ચાલ્યાં.
અંતરના અંતરને એમ સ્હેજ માપીને લ્યો, અમે તો આ ચાલ્યાં.
1 Comments:
આભાર.
તમારો બ્લોગ ની રચના ગમી અને હું ક'ઈ કવિ નથી પણ મને ગુજરાતી સાહિત્ય ગમે છે તેથી જે ચોપડી આવે તે હું વાંચુ છું અને લખી નાખુ છું અને મે એક બીજો બ્લોગ જે નવલકથા અર્થાત મેં જે વાંચી છે કે વાંચુ છું તેના થોડાક વાક્યો મને સારા લાગ્યા હોય તે એમાં મુકુ છું, મુલાકાત લેજો.મારા બ્લોગ નુ સરનામું : http://ashok3b.blog.com
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home