ટહુકો

મારી સંગીતની દુનિયાની એક ઝલક

Thursday, September 21, 2006

હંકારી જા - સુન્દરમ


Get music codes at Bolt.

મારી બંસીમાં બોલ બે વગાડી તું જા,
મારી વીણાની વાણી જગાડી તું જા.

ઝંઝાના ઝાંઝરને પહેરી પધાર પિયા,
કાનનાં કમાડ મારાં ઢંઢોળી જા,
પોઢેલી પાંપણના પડદા ઉપાડી જરા,
સોનેરી સોણલું બતાડી તું જા.

મારી બંસીમાં....

સૂની સરિતાને તીર પહેરી પીતાંબરી,
દિલનો દડૂલો રમાડી તું જા,
ભૂખી શબરીનાં બોર બેએક આરોગી,
જનમભૂખીને જમાડી તું જા.

મારી બંસીમાં....

ઘાટે બંધાણી મારી હોડી વછોડી જા,
સાગરની સેરે ઉતારી તું જા,
મનના માલિક તારી મોજના હલેસે
ફાવે ત્યાં એને હંકારી તું જા.

મારી બંસીમાં....

આજે ગુજરાતી સારસ્વત પરિચય બ્લોગ ઉપર 100માં સારસ્વત તરીકે કવિ શ્રી સુંદરમ્ ની જીવનઝાંખી મૂકાઇ છે.

કવિ શ્રી સુંદરમ્ ની જીવનઝાંખી વાંચવા માટે અહીં ક્લિક કરો.

2 Comments:

At 9/21/2006 07:25:00 AM , Anonymous Jayshree said...

This comment has been removed by a blog administrator.

 
At 9/21/2006 10:48:00 PM , Blogger વિવેક said...

સુંદરમની મારી અત્યંત પ્રિય કવિતા.... ખાસ કરીને છેલ્લો અંતરો...

ઘાટે બંધાણી મારી હોડી વછોડી જા,
સાગરની સેરે ઉતારી તું જા,
મનના માલિક તારી મોજના હલેસે
ફાવે ત્યાં એને હંકારી તું જા.
મારી બંસીમાં બોલ બે વગાડી તું જા,
મારી વીણાની વાણી જગાડી તું જા.

 

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home