મારી સંગીતની દુનિયાની એક ઝલક
કવિ શ્રી ઉમાશંકર જોષી ( જન્મ : 21 જુલાઇ, 1911 )Upload music at Bolt.ભોમિયા વિના મારે ભમવા'તા ડુંગરા,જંગલની કુંજકુંજ જોવી હતી;જોવી'તી કોતરો ને જોવી'તી કંદરા,રોતા ઝરણાંની આંખ લ્હોવી હતી.સૂના સરવરિયાની સોનેરી પાળેહંસોની હાર મારે ગણવી હતી;ડાળે ઝૂલંત કોક કોકિલાને માળેઅંતરની વેદના વણવી હતી.એકલા આકાશ તળે ઊભીને એકલો,પડઘા ઉરબોલના ઝીલવા ગયો;વેરાયા બોલ મારા, ફેલાયા આભમાં,અકલો અટૂલો ઝાંખો પડ્યો.આખો અવતાર મારે ભમવા ડુંગરિયા,જંગલની કુંજકુંજ જોવી ફરી;ભોમિયા ભૂલે એવી ભમવી રે કંદરા,અંતરની આંખડી લ્હોવી જરી.
posted by Jayshree @ 6:57 PM
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home
Presently I am working as Audit and Tax Professional in a mid-sized CPA firm in Santa Monica, USA.
View my complete profile
Subscribe toPosts [Atom]
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home