ટહુકો

મારી સંગીતની દુનિયાની એક ઝલક

Saturday, July 08, 2006

પંખીઓએ કલશોર કર્યો,

સ્વર : મન્ના ડે

Upload music at Bolt.

પંખીઓએ કલશોર કર્યો, ભાઇ ! ધરતીને સૂરજ ચૂમ્યો,
કૂથલી લઇને સાંજનો સમીર આજ વનેવન ઘૂમ્યો, વનેવન ઘૂમ્યો..

ખુલ્લી પડેલી પ્રીતનો અરથ કળી કળીએ જાણ્યો,
શરમની મારી ધરણીએ કાળી રાતનો ઘૂમટો તાણ્યો, ઘૂમટો તાણ્યો..

પ્રગટ્યા દીવા કૈંક ચપોચપ ઊઘડી ગગન બારી,
નીરખે આભની આતુર આંખો દોડી આવી દિગનારી, આવી દિગનારી..

તાળી દઇ કરે ઠેકડી તીડો, તમરાં સિસોટી મારે,
જોવા તમાશો આગિયા ચાલ્યા બત્તી લઇ દ્વારે દ્વારે, ફરી દ્વારે દ્વારે..

રાતડીના અંધકારની ઓથે નીંદરે અંતર ખોલ્યાં,
કૂંચી લઇ અભિલાષની સોનલ હૈયે શમણાં ઢોલ્યાં, શમણાં ઢોલ્યાં..

7 Comments:

At 7/08/2006 04:01:00 PM , Anonymous Anonymous said...

aa koi gujarati movie nu geet chhe ?

 
At 7/08/2006 04:34:00 PM , Blogger Jayshree said...

I dont know, but I guess its not. I have heard it in one of the album by Soli Kapadia also.

The one I have put here is much older, with Manna Day's voice.

 
At 7/08/2006 10:43:00 PM , Blogger manvant said...

કુદરતનુ આબેહૂબ દર્શન !શબ્દો સુંવાળા છે!
શ્રી મન્ના ડે ના અવાજમાં કામણ છે !ગીતની શોધ
બદલ આભાર જયશ્રીબહેન !

 
At 7/09/2006 12:44:00 AM , Blogger radhika said...

once again nice song...

 
At 7/10/2006 03:12:00 AM , Anonymous Anonymous said...

very nice song..
can i download this or any song listed here?

 
At 7/12/2006 01:08:00 AM , Blogger Jayshree said...

sorry, but you can not download any song posted on this blog.

its not possible to contact the authorized person for every song I am posting here, but for few of them ( like Hastakshar, Lok Saagar na moti ) I have taken permission from the concerned person to make the songs posted available for only listening.

 
At 7/21/2006 03:25:00 PM , Blogger Siddharth said...

આવુ જ એક ગીત છે..."કબૂતરોનુ ઘૂ ઘૂ ઘૂ" ...જો મળે તો અત્રે રજૂ કરવા વિનંતી.

સિદ્ધાર્થ

 

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home