ટહુકો

મારી સંગીતની દુનિયાની એક ઝલક

Friday, November 24, 2006

ટહુકો.કોમ

ટહુકો તથા મોરપિચ્છ નામના મારા બ્લોગ્સ ને 'ટહુકો.કોમ' નામ ની વેબસાઇટ તરીકે આજથી પ્રસિદ્ધ કરી રહી છું. અહિયાં સુધી ની મારી યાત્રા માં આપના સુચનો અમુલ્ય રહ્યા. આશા રાખું છું કે 'ટહુકો' તેમજ 'મોરપિચ્છ' નું આ નવું સ્વરુપ આપને ગમશે અને 'ટહુકો.કોમ'' ને પણ આપનો એ જ હેત અને સન્માન મળશે.
આભાર સહ,
જયશ્રી ભક્ત

Monday, November 20, 2006

થોડી રાહ જુઓ.... ટહુકો ટુંક સમયમાં ફરીથી ગુંજશે...

મિત્રો,
હમણા થોડા દિવસથી ટહુકા પર ગીતો સાંભળી શકાતા નથી. Bolt.com નું server down હોવાથી, અથવા એમની વેબસાઇટ પર બીજી કોઇ તકલીફને લીધે ટહુકા પર ગીતો સાંભળી શકાતા નથી.
પરંતુ, આ ફક્ત 1-2 દિવસની તકલીફ છે. થોડી રાહ જુઓ.... ટહુકો ટુંક સમયમાં ફરીથી ગુંજશે...

આભાર.
જયશ્રી.

Thursday, November 16, 2006

વ્હાલપને નામ નવ દઇએ


Get music codes at Bolt.


વ્હાલપને નામ નવ દઇએ
ઓ સખી, વ્હાલપને નામ નવ દઇએ

આંસુથી ભીંજેલા પત્તરને કેમ સખી
કોરો તે કાગળ આમે કહીએ

કાળા તે અખ્ખરનો અમને ના મોહ સખી
આંસુથી પત્તર ભીંજવીએ

સુરજથી દાઝેલી વેણુંને એમ સખી
વર્ષાની વાત કેમ કરીએ
વેણુની સંગ વિત્યા દિવસોની વાત હવે
દરિયો.....

દરિયાનું નામ નવ દઇએ
હો સખી, દરિયાનું નામ નવ દઇએ

આંસુથી ભીંજેલા પત્તરને કેમ સખી
કોરો તે કાગળ આમે કહીએ

અમથી વહે જો કદી હવાની લહેરખી
તો વૈશાખી વાયરો ન કહીએ
માસે માસે જો ચહો વૈશાખી વાયરો તો
વાયરાનું નામ નવ દઇએ

Wednesday, November 15, 2006

વૈષ્ણવજન -નરસિંહ મહેતા

નરસિંહ મહેતાનું આ પદ સાંભળીને કે વાંચીને કયા ગુજરાતીને ગાંધીજી યાદ ન આવે ?? એટલે જ અહીં ગીતના બેકગ્રાઉન્ડમાં એમનો ફોટો મુક્યો છે. આપમેળે ગાંધીજી યાદ ન આવતા હોય તો હું યાદ કરાવી દઉં.. :)


Get music codes at Bolt.

વૈષ્ણવજન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે.
પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે.

સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે.
વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે.

સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે.
જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે.

મોહ માયા વ્યાપે નહિ જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે.
રામ નામ શું તાળી રે વાગી, સકળ તિરથ તેના તનમાં રે.

વણલોભી ને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે.
ભણે નરસૈયો તેનું દર્શન કરતા, કુળ ઈકોતેર તાર્યા રે.

Tuesday, November 14, 2006

મનકુંતો મૌલા....

સ્વર : સાબરી બ્રધર્સ.

આ કવ્વાલી જ્યારે પહેલી વાર સાંભળી, ત્યારથી જ ઘણી ગમી ગઇ છે. શબ્દો એટલા સમજાતા નથી, પણ આને સંગીત અને શાસ્ત્રીય રાગોની અસર કહેવાય, કે સમજાયા વગર પણ કંઇક એવું છે આમાં, એ વાંરવાર સાંભળવું ગમે છે.


Get music codes at Bolt.

Friday, November 10, 2006

કહું છું જવાનીને, પાછી વળી જા .......

ગાયક : મુહમ્મદ રફી


Get music codes at Bolt.

કહું છું જવાનીને, પાછી વળી જા
કે ઘડપણનું ઘર મારું આવી ગયું છે
મનને ન ગમતું ઘડપણનું ડહાપણ
પણ તન તારું સગપણ ભુલાવી રહ્યું છે

મનની સ્થિતિ હમેશા આશિક રહી છે
કાલે જ મેં કોઇને માશુક કહી છે
ફરી પાછા મળશું પાગલ થવાને
હમણા તો ડહાપણ ભઇ સતાવી રહ્યું છે

મુહોબ્બત તો મારો હક છે જનમનો
સાકી હતો ને રહ્યો છું સનમનો
ઘડપણને કહું છું કે માફી દઇ દે
મુહોબ્બતથી મુજને ભઇ ફાવી ગયું છે

Thursday, November 09, 2006

વ્હેતું ના મેલો - સુરેશ દલાલ


Get music codes at Bolt.

જે તે કવિની રચનાઓ એમના પોતાને કંઠે સાંભળવાની પણ એક જુદી જ મજા હોય છે. શ્રી સુરેશ દલાલના પોતાના અવાજમાં આ રચના સાંભળવી તમને ચોક્કસ ગમશે.


Get music codes at Bolt.

રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં વ્હેતું ના મેલો, ઘનશ્યામ!
સાંજ ને સવાર નિત નિંદા કરે છે ઘેલું ઘેલું રે ગોકુળિયું ગામ!

વણગૂથ્યા કેશ અને અણઆંજી આંખડી કે ખાલી બેડાની કરે વાત;
લોકો કરે છે શાને દિવસ ને રાતડી મારા મોહનની પંચાત.
વળી વળી નીરખે છે કુંજગલીઃ પૂછે છે, કેમ અલી? ક્યાં ગઇ તી આમ?
રાધાનું નામ તમે...

કોણે મૂક્યુ રે તારે અંબોડે ફૂલ એની પૂછી પૂછીને લિયે ગંધ;
વહે અંતરની વાત એ તો આંખ્યુની ભૂલ જો કે હોઠોની પાંખડીઓ બંધ
મારે મોંએથી ચહે સાંભળવા સાહેલી માધવનું મધમીઠું નામ;
રાધાનું નામ તમે...


કવિ શ્રી સુરેશ દલાલના અવાજમાં એમની રચનાઓ અહીંથી ડાઉનલોડ કરી શકો છો.