ટહુકો

મારી સંગીતની દુનિયાની એક ઝલક

Thursday, June 15, 2006

શમણાંઓ પહેરીને ઉભા હોય દહાડા, રજની નવડાવે હુંફાળા હેતે....




(ગીત સાંભળીને મેં અહીં શબ્દો લખ્યા છે. જ્યાં ભૂલ થઇ હોય ત્યાં ઘ્યાન દોરવા વિનંતી કરું છું. સાથે જ્યાં મારાથી શ્બ્દો નથી પકડાયા, ત્યાં પણ તમારી મદદની આશા રાખું છું )


શમણાંઓ પહેરીને ઉભા હોય દહાડા, રજની નવડાવે હુંફાળા હેતે....
આવું સર્જાય જો મનગમતું મ્હાયરું, આંખોના(?) અંગના જાય નાચી...

ઉગમણે ઉગીને આથમણે ડુબતો, બેઠો છે સૂરજ જઇ સંધ્યાની ગોદે
અજવાષો વ્હેચીને ખાલી થઇ ગ્યાનો, સહેજે ઘબરાટ ના અંધારી સોડનો..


આવું હરખાય જો થનગનતું મ્હાયરું, આંખોના રંગના જાય મોજી...
શમણાંઓ પહેરીને....


સાગરિયા ઘૂઘવાટો પીધા છે આજે, તોયે નાવો તો છે એવી ને એવી..
તાંડવિયા સૂસવાટો ઝિલ્યા છે આજે, તોયે વાટ્યો ના થઇ કદી મેલી..

આખું લજવાય જો રસવંતુ પોયણું, આશો ના પંથ જાય પહોચીં..
શમણાંઓ પહેરીને....

1 Comments:

At 6/24/2006 02:30:00 AM , Blogger સિદ્ધાર્થ શાહ (Siddharth Shah) said...

ખૂબ જ સુંદર રચના છે. વડોદરાનાં માં આર્કી ગૃપ દ્દારા આ રચના કંઠસ્થ કરવામાં આવી છે. અચલ મહેતાના મધુર સ્વરમાં આ રચના સાંભળવાની અને સાંભળતા સાંભળતા કલ્પના સૃષ્ટિમાં વિહરવાની મજા જ કઈક ઓર છે.


સિદ્ધાર્થ

http://drsiddharth.blogspot.com

 

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home